Gujarat vidyapith recruitment 2024,ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 : નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે નોકરીના મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિદ પોસ્ટો પર બમ્પર ભરતી બહાર પાડી છે. ગુજરાત વિદ્યાપીઠે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારોએ 18 જૂન 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીક, વય મર્યાદા સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ગુજરાત વિદ્યાપીઠ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ પોસ્ટ ટીચિંગ ,વહિવટી કૂલ જગ્યા 117 પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે પગાર વય મર્યાદા વિવિધ પોસ્ટ પ્રમાણે અરજી કરવાની છેલ્લી તારીખ 18 જૂન 2024 ક્યાં અરજી કરવી https://www.gujaratvidyapith.org/ 
ગુજરાત વિદ્યાપીઠ ભરતીની પોસ્ટ અંગે વિગતે માહિતી
પોસ્ટનું નામ  ખાલી જગ્યા ટીચિંગ પોસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર) 15 વહિવટી પોસ્ટ  102 
આસિસ્ટન્ટ પોસ્ટની વિગતે માહિતી
વિષય  ખાલી જગ્યા અંગ્રેજી 02 સમાજશાસ્ત્ર 01 લાઇબ્રેરી અને ઈન્ફ. સાયન્સ 01 શારીરિક શિક્ષણ 02 સૂક્ષ્મજીવાણુ વિજ્ઞાન 01 મેથેમેટિક્સ 01 ફૂડ એન્ડ ન્યુટ્રીશન 01 કમ્પ્યુટર વિજ્ઞાન 02 યોગ 01 
વહીવટી જગ્યાઓની વિગતે માહિતી
પોસ્ટ  ખાલી જગ્યા નાયબ કુલસિચવ 01 મદદનીશ કુલસચિવ 03 મ્યુઝિક ક્યુરેટર 01 મ્યુઝિયમ કો.ઓર્ડિનેટર 01 મદદનીશ ઈજનેર 04 સંશોધન અધિકારી 05 યુનિવર્સિટી ઇજનેર 01 અંગત સચિવ 02 અંગત મદદનીશ 02 મદદનીશ આર્કાઇવિસ્ટ 01 કન્ઝર્વેશનિષ્ટ 01 તકનીકી મદદનીશ 01 ક્રાફ્ટ આસિસ્ટન્ટ 03 પ્રૂફ રીડર 01 ગૃહપતિ-ગૃહમાતા 08 રિસેપ્શનિસ્ટ 02 નિમ્ન શ્રેણી કારકુન 19 ડ્રાઇવર 02 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 33 ગ્રાઉન્ડ મેન 04 ચોકીદાર 11 
આસિસ્ટન્ટ પ્રોફેસર માટે શૈક્ષણિક લાયકાત
- 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી (અથવા બિંદુ-સ્કેલમાં સમકક્ષ ગ્રેડ જ્યાં પણ ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે) ભારતીય તરફથી સંબંધિત વિષયમાં
 - યુનિવર્સિટી, અથવા તેની સમકક્ષ ડિગ્રી માન્યતા પ્રાપ્ત વિદેશી યુનિવર્સિટી.
 - પીએચ.ડી. સંબંધિત વિષયમાં ડિગ્રી અથવા NET/ સંબંધિત વિષયમાં SET.
 
વહિવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે વિવિધ વહિવટી પોસ્ટની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવી છે. તમામ વહિવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું
પાગર ધોરણ
ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટેના પગાર અંગે વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. આમ ₹12,000થી લઈને ₹ 75,000 સુધી પગાર પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ- ઇન્ડિયન એરફોર્સ ભરતી : સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, ₹ 1.77 લાખ સુધીનો પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટેનું નોટિફિકેશન
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીક, વય મર્યાદા સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ઝિણવટ પૂર્વક વાંચવું.
કેવી રીતે અરજી કરી
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ સંસ્થાની https://www.gujaratvidyapith.org/ વેબસાઈટની મુલાકાત લેવી. ત્યારબાદ આપેલી સુચનાઓ અનુસાર ઓનલાઈન ફોમ ભરી સબમિટ કરવું.





