ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં સારા પગારની નોકરી માટે સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Vidyapith Bharti, ગુજરાત વિદ્યાપીઠ ભરતી : PTC, સ્નાતક, એમએ, બીએડ ઉમેદવારો માટે અમદાવાદમાં નોકરી કરવાની સારી તક છે. અહીં ગુજરાત વિદ્યાપીઠ ભરતીની તમામ વિગતો આપવામાં આવી છે.

Written by Ankit Patel
May 06, 2024 12:09 IST
ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં સારા પગારની નોકરી માટે સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત વિદ્યાપીઠ ભરતી - photo - wikipedia

Gujarat Vidyapith Bharti, ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદ કેમ્પસ માટે વિવિધ પોસ્ટ માટે નોકરીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે વિવિદ પોસ્ટની કૂલ 12 જગ્યાઓ ભરવાની છે. આ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવ છે. ઉમેદવારોએ 21 મે 2024 છેલ્લી તારીખ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અમદાવાદમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત મહત્વની વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત વિદ્યાપીઠ ભરતીની મહત્વની માહિતી

સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટવિવિધ
કુલ જગ્યા12
અરજી મોડઓનલાઈન
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ21 મે 2024
ક્યાં અરજી કરવીhttps://gujaratvidyapith.org/employment/non-teaching/

ગુજરાત વિદ્યાપીઠ ભરતી પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટનું નામખાલી જગ્યા
મદદનીશ શિક્ષક (પ્રિ- પીટીસી) 02
તેડાગર 01
મદદનીશ શિક્ષક (ઉચ્ચ પ્રાથમિક) 04
મદદનીશ શિક્ષક (ઉચ્ચતર માધ્યમિક) 05

આ પણ વાંચોઃ- UPSC Bharti 2024 : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

મદદનીશ શિક્ષક (PTC) :

આવશ્યક લાયકાત: (i) HSC પાસ અને P.T.C./ D.EL.Ed (02 વર્ષ) અથવા B.El.Ed (04 વર્ષ) અથવા ડિપ્લોમા ઇન એજ્યુકેશન (02 વર્ષ) (ii) પહેલા શાળા અથવા બાળ સંભાળ સેટિંગમાં પૂર્વ-પ્રાથમિક વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો અનુભવ. (iii) TET-I લાયકાત ધરાવે છે.

તેડાગર: આવશ્યક લાયકાત:

માન્ય બોર્ડમાંથી HSC પાસ. તેડાગર તરીકે કામ કરવાનો અગાઉનો અનુભવ.

મદદનીશ શિક્ષક (ઉચ્ચ પ્રાથમિક):

વિષયો: અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત-વિજ્ઞાન, આવશ્યક લાયકાત: (i) સંબંધિત વિષયમાં સ્નાતક અને P.T.C./ D.EL.Ed (02 વર્ષ) અથવા સંબંધિત વિષયમાં સ્નાતક અને B. Ed. (01 વર્ષ / 02 વર્ષ) અથવા 12′ 50% માર્ક્સ સાથે પાસ અને B.El.Ed (04 વર્ષ) અથવા 12″ 50% માર્ક્સ સાથે પાસ અને B.A.Ed/ B.Com.Ed/ B.R.S.Ed/ B.S.Sc.Ed (04 વર્ષ) અથવા 50% માર્કસ સાથે સંબંધિત વિષયમાં સ્નાતક અને B.Ed. (01 વર્ષ સાથેનું વિશેષ શિક્ષણ) (ii) સહાયક શિક્ષક (ઉચ્ચ પ્રાથમિક/ માધ્યમિક) તરીકે કામ કરવાનો અગાઉનો અનુભવ. (iii) TET-IL લાયકાત ધરાવે છે. 1) વિષયો: અર્થશાસ્ત્ર-વાણિજ્ય, એકાઉન્ટ- આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન.

આ પણ વાંચોઃ- UPSC Bharti 2024 : સહાયક પ્રોફેસરની ભરતી, સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

મદદનીશ શિક્ષક (ઉચ્ચતર માધ્યમિક):

આવશ્યક લાયકાત: (i) સંબંધિત વિષયમાં અનુસ્નાતક અને B.Ed. માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી. (ii) સહાયક શિક્ષક (ઉચ્ચતર માધ્યમિક) તરીકે કામ કરવાનો પૂર્વ અનુભવ. TET-II લાયકાત ધરાવે છે. 2) વિષયો: કમ્પ્યુટર આવશ્યક લાયકાત: માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી BCA અથવા PGDCA, સંબંધિત ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ.

ગુજરાત વિદ્યાપઠી ભરતી માટે પગાર

પોસ્ટનું નામ પગારધોરણ
મદદનીશ શિક્ષક (પ્રી-પીટીસી)₹ 17000
તેડાગર₹ 7500
મદદનીશ શિક્ષક (ઉચ્ચ પ્રાથમિક)₹ 20000
મદદનીશ શિક્ષક (ઉચ્ચતર માધ્યમિક)₹ 22000

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અરજી ફી

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડેલી વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી પેટે 500 રૂપિયા ચૂકવવા પડશે. ઉમેદવારોએ ધ્યાન રાખવાનું છે કે એપ્લિકેશન પ્રોસેસિંગ ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.

ગુજરાત વિદ્યાપીઠ ભરતીનું નોટિફિકેશન

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત મહત્વની વધુ માહિતી માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://gujaratvidyapith.org/employment/non-teaching/ પર ઑનલાઇન અરજી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ