ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં લાખો રૂપિયાની નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, અહીં વાંચો બધી જ માહિતી

Gujarat vidyapith recruitment : ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
Updated : November 27, 2024 13:53 IST
ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં લાખો રૂપિયાની નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, અહીં વાંચો બધી જ માહિતી
ગુજરાત વિદ્યાપીઠ ભરતી - photo social media

Gujarat vidyapith recruitment, ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં તગડા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો, વયમર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટકુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસર
જગ્યા2
વય મર્યાદા57 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ20-12-2024
ક્યાં અરજી કરવીhttps://www.gujaratvidyapith.org/pages/recruitments

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
કુલસચિવ1
ફાઈનાન્સ ઓફિસર1
કુલ2

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે લાયકાત

કુલસચિવ

  • શૈક્ષણિક લાયકાતઃ- કોઈપણ માસ્ટર ડિગ્રીમાં ઓછામાં 55 ટકા મેળવેલા હોવા જોઈએ
  • અનુભવઃ- આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • વય મર્યાદાઃ- ઉમેદવારની ઉંમર 57 વર્ષથી વધારે ન હોવી જોઈએ

ફાઈનાન્સ ઓફિસર

  • શૈક્ષણિક લાયકાતઃ- માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા મેળવેલા હોવા જોઈએ
  • અનુભવઃ- આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઓછામાં ઓછા 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • વયમર્યાદાઃ- 57 વર્ષથી ઓછી ઉંમર

પગાર ધોરણ

પોસ્ટપગાર
કુલસચિવ₹ 1,44,200-₹2,18,200
ફાઈનાન્સ ઓફિસર₹ 1,44,200-₹2,18,200

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ આપેલ પગલાં અનુસરવા

  • ઉમેદવારો પહેલા ગુજરાત વિદ્યાપીઠની https://www.gujaratvidyapith.org વેબસાઈટ ઓપન કરવી
  • જ્યાં રિક્રૂટમેન્ટ ઉપર ક્લીક કરવાથી ભરતીની માહિતી ઓપન થશે
  • આ પેજમાં એપ્લાઈ ઓનલાઈનનું બટ દેખાશે તેના ઉપર ક્લિક કરવી
  • જી મેઈલ સાથે રજીસ્ટ્રેન કર્યા બાદ ફોર્મમાં માંગેલી માહિતી ભરવી
  • ફાઈનલ સબમીટ કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી.

આ પણ વાંચોઃ- GPSC ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ, ખુબ જ અગત્યની થઈ જાહેરાત

નોટીફિકેશન

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો, વયમર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

અરજી કરનાર ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ