Gujcet 2024 Exam: ગુજકેટ 2024 પરીક્ષા માટે અરજી કરવાની ડેડલાઈન લંબાવાઇ, જાણો છેલ્લી તારીખ કઇ છે

Gujcet 2024 Exam Application Form Last Date: અગાઉ ગુજકેટ 2024 પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી, 2024 હતી.

Gujcet 2024 Exam Application Form Last Date: અગાઉ ગુજકેટ 2024 પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી, 2024 હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gujcet 2024 exam | gujcet 2024 exam application deadline | gujcet 2024 exam fees | gujcet 2024 exam syllabus | gujcet 2024 exam application form | gujcet 2024 registration last date

ગુજકેટ 2024 પરીક્ષા 31 માર્ચ, 2024ના રોજ લેવામાં આવશે. (Photo - ieGujarati.com)

Gujcet 2024 Exam Application Form Deadline Extended: ગુજકેટ 2024 પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2024 પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ પરીક્ષા માટે એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી, 2024 હતી. જો કે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શક્યા ન હોવાનું ધ્યાને આવતા એપ્લિકેશનની ડેડલાઇન લંબાવવામાં આવી છે. જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે

ગુજકેટ 2024 પરીક્ષા ફોર્મ ભરવાની ડેડલાઇન લંબાવાઇ (Gujcet 2024 Exam Application Deadline Extended)

ગુજકેટ 2024 માટે પરીક્ષા ફોર્મ ભરવાની શરૂઆત 2 જાન્યુઆરીથી થઇ હતી અને એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. જો કે ઘણા વિદ્યાર્થી તરફથી પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોવાથી એપ્લિકેશન કરવાની ડેડલાઇન લંબાવવામાં આવી છે. નવા પરિપત્ર મુજબ ગુજકેટ 2024 પરીક્ષા માટે 22 જાન્યુઆરી સુધી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે.

ગુજકેટ 2024 પરીક્ષા ફોર્મની ફી (Gujcet 2024 Exam Application Form Fees)

નોંધનિય છે કે, 16 જાન્યુઆરી સુધીમાં ગુજકેટ 2024 પરીક્ષા માટે અત્યાર સુધી 1.20 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. વિદ્યાર્થીઓ ગુજકેટ 2024 પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.ogr તથા www.gujcet.gseb.org પર ઓનલાઇન અરજી 22 જાન્યુઆરી સુધી કરવાની રહેશે. ગુજકેટ 2024 પરીક્ષા માટે ઉમેદવારે 350 રૂપિયા એપ્લિકેશન ફી ચૂકવવી પડશે.

ગુજકેટ 2024 પરીક્ષા ક્યારે યોજાશે (Gujcet 2024 Exam Date)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી- ફાર્મસી, અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 12 બાદ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી તેમડ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વર્ષ 2017થી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે.

આ પણ વાંચો | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, વર્ગ 3ની પરીક્ષા માટે સિલેબસ જાહેર

જે અંતર્ગત વર્ષ 2024માં ધોરણ 12 બાદ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી તેમડ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે સાયન્સના ગ્રૂપ- એ, ગ્રૂપ-ઇ અને ગ્રૂપ- એઇના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા આગામી 31 માર્ચ, 2024ના રોજ લેવામાં આવશે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ગુજરાત નોકરી કરિયર ભરતી સરકારી નોકરી