/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/GUVNL-Recruitment-2024.jpg)
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ ભરતી - photo- GUVNL
GUVNL Recruitment 2024, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ ભરતી: ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે ભરતી બહાર પાડી છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચીફ ફાઈનાન્સ મેનેજર પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ ભરતી માટે મહત્વની વિગતો
| સંસ્થા | ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ |
| પોસ્ટ | ચીફ ફાઈનાન્સ મેનેજર |
| જગ્યા | 1 |
| એપ્લિકેશ મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 27 ઓગસ્ટ 2024 |
| વેબસાઈટ | https://www.guvnl.com/ |
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી ચીફ પાઈનાન્સ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારોએ સીએ અથવા આઈસીટબ્લ્યુએ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કેન્દ્ર/રાજ્ય/જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં અથવા વાર્ષિક રૂ.500 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી પબ્લિક લિમિટેડ કંપનીમાં 15 (પંદર) વર્ષનો લાયકાત પછીનો અનુભવ. 15 (પંદર) વર્ષમાંથી, 05 (પાંચ) વર્ષનો અનુભવ સિનિયર મેનેજમેન્ટમાં હોવો જોઈએ નાણા અને હિસાબ વિભાગ અને/અથવા વાણિજ્ય વિભાગની સંવર્ગ. પાવર સેક્ટરની કંપનીઓમાં અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ ભરતી માટે પગાર અને વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરના ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ આ ઉપરાંત આ જગ્યા માટે પસંદ પામે ઉમેદવારોને ₹ 1,29,800 – ₹ 2,02,700 પ્રતિ વાર્ષિક અને અન્ય ભથ્થાં આપવામાં આવશે.
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.guvnl.com/ ઓપન કરો
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
નોટિફિકેશન
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચો
- જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી : મહેસાણામાં ₹ 75,000 ની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો A to Z માહિતી
- ગુજરાત સરકારની આ કચેરીમાં ₹ 60,000 ના પગાર વાળી નોકરી, ફટાફટ વાંચો સંપૂર્ણ માહિતી
- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે ગુજરાત ઊર્જા વિકાસન નિગમ લિમિટેડની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us