જ્ઞાન સહાયક ભરતી : ગુજરાતમાં પ્રાથમિક શાળોમાં શિક્ષકની નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

gnansahayak Bharti 2024 :ગુજરાત શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની અનુદાનિત પ્રાથણિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડી છે.

gnansahayak Bharti 2024 :ગુજરાત શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની અનુદાનિત પ્રાથણિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gyansahayak Bharti 2024

જ્ઞાન સહાયક ભરતી 2024 - photo - freepik

gnansahayak Bharti 2024, જ્ઞાન સહાયક ભરતી 2024 :ગુજરાતમાં શિક્ષણ તરીકેની નોકરી મેળવવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની અનુદાનિત પ્રાથણિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ આ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

જ્ઞાન સહાયક ભરતી અંગે પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર, મહેનતાણા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

જ્ઞાન સહાયક ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ
પોસ્ટજ્ઞાન સહાયક
જગ્યાઉલ્લેખ નથી
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની શરુઆતની તારીખ5-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ12-12-2024
ક્યાં અરજી કરવીhttps://gyansahayak.ssgujarat.org/

શૈક્ષણિક લાયકાત

જ્ઞાન સાહયક ભરતીના ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-2 પરીક્ષામાં ઉતીર્ણ થયેલા હશે.

પગાર ધોરણ અને વય મર્યાદા

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે પસંદ કરેલા ઉમેદવારોને 21000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ વેતન મળશે. આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

આ પણ વાંચોઃ- પાટણ ભરતી : ધોરણ 10-12 પાસ ઉમેદવારો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમમાં નોકરી, પગાર, જગ્યા સહિતની તમામ માહિતી અહીં વાંચો

ભરતી જાહેરાત

અરજી કેવી રીતે કરવી?

જ્ઞાન સહાયક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ https://gyansahayak.ssgujarat.org/ વેબસાઈટ ઉપર જવું
નીચે આપેલ પીડીએફમાં દર્શાવ્યા પ્રમાણે અરજી કરવી.

ઉમેદવારોને ખાસ સૂચન

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રીન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી