HAL ભરતી 2025 : ભારત સરકારની આ કંપનીમાં નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો માહિતી

HAL Recruitment 2025 : HAL ભરતી 2025 અંતર્ગત વિઝીટીંગ કન્સલ્ટન્ટ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

HAL Recruitment 2025 : HAL ભરતી 2025 અંતર્ગત વિઝીટીંગ કન્સલ્ટન્ટ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
HAL Recruitment 2025

HAL ભરતી 2025 - photo - Social media

HAL Recruitment 2025, HAL ભરતી 2025: સરકારી નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારત સરકારની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HCL) દ્વારા વિઝીટીંગ કન્સલ્ટન્ટની ભરતી બહાર પાડી છે. આ જગ્યા પર ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ સર ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

HAL ભરતી 2025 અંતર્ગત વિઝીટીંગ કન્સલ્ટન્ટ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

HAL ભરતી 2025 માટે મહત્વની માહિતી

સંસ્થાહિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ
પોસ્ટવિઝીટીંગ કન્સલ્ટન્ટ
જગ્યા1
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ24 ફેબ્રુઆરી 2025
સંસ્થાની વેબસાઈટhal-india.co.in
અરજી કરવાનું સરનામનુંઆ લેખમાં છેલ્લે આપેલું છે

HAL ભરતી 2025 પોસ્ટની વિગત

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના બેંગલુરુ સ્થિત હેલ્થ સેન્ટરમાં વિઝીટીંગ કન્સલ્ટન્ટની એક જગ્યા પર ઉમેદવાર પસંદ કરવાના છે. આ માટે ઉમદવારોએ 24 ફેબ્રુઆરી 2025 સુધીમાં આ લેખમાં આપેલા સરનામા પર અરજી મોકલવાની રહેશે.

HAL ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

જો તમે HAL ની આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBS સાથે MD (જનરલ મેડિસિન) + DM/DNB (નેફ્રોલોજી) ડિગ્રી હોવી આવશ્યક છે.
સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

HAL ભરતી 2025 માટે વય મર્યાદા

એચએએલની આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 65 વર્ષથી ઓછી હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થાએ નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

જન્મ પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ.
શૈક્ષણિક લાયકાત સંબંધિત દસ્તાવેજો
કાર્ય અનુભવ પ્રમાણપત્ર
અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી કેવી રીતે કરવી

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ આપેલ એપ્લિકેશન ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે અને તેને સંબંધિત દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામે મોકલવાનું રહેશે.

નોટિફિકેશન

અરજી કરવાનું સરનામુ

ચીફ જનરલ મેનેજર (HR)
ઔદ્યોગિક આરોગ્ય કેન્દ્ર,
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (બેંગલોર કોમ્પ્લેક્સ),
સુરંજનદાસ રોડ, (જૂના એરપોર્ટ પાસે),
બેંગ્લોર-560017

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી