North Gujarat university Bharti 2025 : ઉત્તર ગુજરાતમાં રહેતા અને નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ નોકરીઓ મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની કૂલ 5977 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. આ ભરતી અંતર્ગત, પ્રિન્સીપાલ, પ્રોફેસર, એસો.પ્રોફેસર, આસિ.પ્રોફેસર, પી.ટી.આઈ, ડ્રેઈનિંગ ઓફિસર, ડ્રિલ માસ્ટર, ટ્યુટર તથા ગ્રંથપાલની જગ્યાઓ ભરવાની છે.
આ તમામ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારોને પસંદ કરવા માટે સંસ્થાએ ત્રણ દિવસ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
ગુજરાત ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ગુજરાત ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ વિભાગ HNGU સંલગ્ન વિવિધ સેલ્ફ ફાયનાન્સ કોલેજો પોસ્ટ પ્રિન્સિપાલથી લઈને ટ્યુટર સુધી વિવિધ જગ્યા 2672 એપ્લિકેશન મોડ વોકઈન ઈન્ટરવ્યુ ઈન્ટરવ્યુ તારીખ 25,26 અને 28 ઓગસ્ટ 2025 ઈન્ટરવ્યુ સ્થળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પાટણ
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
હેમચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની નીચે આપેલી પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ ભરવા પાત્ર રહેશે.
કોલેજો કોલેજોની સંખ્યા કુલ જગ્યા પ્રિન્સિપલ આસિ.પ્રોફેસર ગ્રંથપાલ P.T.I ARTS COLLEGES 37 398 29 317 27 25 COMMERCE COLLEGES 7 32 4 26 2 0 SCIENCE COLLEGES 35 395 33 329 22 11 ARTS & COMMERCE COLLEGES 38 449 24 381 23 21 COMM. & SCI. COLLEGES 3 28 3 23 2 0 ARTS & SCIENCE COLLEGES 3 89 3 82 2 2 ARTS, COMM. & SCI. COLLEGES 5 75 5 64 4 2 B.ED. COLLEGES 77 1143 40 1000 55 48 B.S.W. COLLEGES 1 5 1 3 1 0 M.S.W. COLLEGES 32 188 31 134 20 3 B.R.S. COLLEGES 9 71 9 55 7 0 M.R.S. COLLEGES 1 5 1 4 0 0 B.C.A. COLLEGES 23 178 23 140 11 4 PGDCA COLLEGES 1 2 1 1 0 0 M.SC. (CA& IT) COLLEGES 8 48 8 35 5 0 LAW COLLEGES 11 107 11 85 9 2 B.B.A. COLLEGES 6 31 3 24 3 1 PGDMLT COLLEGES 17 61 17 36 5 3 કુલ 314 3305 246 2739 198 122
કોલેજો કોલેજોની સંખ્યા કુલ જગ્યા પ્રિન્સિપલ/પ્રિન્સ કમ પ્રોફે. એસો. પ્રોફે. આસિ.પ્રોફેસર ગ્રંથપાલ/ટ્યુટર/P.T.I વાઇસ પ્રિન્સિ. M.SC. COLLEGES 36 620 51 206 332 31 0 M.ED. COLLEGES 24 197 34 35 118 10 0 B.SC. NURSING COLLEGES 56 1101 107 93 208 674 19 P.B.BSC. NURSING COLLEGES 21 300 33 20 55 186 6 M.SC. NURSING COLLEGES 4 53 7 9 13 24 0 HOMOEOPATHY COLLEGES 4 96 24 28 44 0 0 PHYSIOTHERAPY COLLEGES 5 39 8 5 17 9 0 કુલ 150 2406 264 396 787 934 25
આ પણ વાંચોઃ- Weekly Government Bharti 2025: સરકારી નોકરી મેળવવા માટે આ સપ્તાહ અગત્યનું, આટલી ભરતીઓ થશે બંધ
કોલેજનું નામ કોલેજની સંખ્યા કુલ જગ્યા પ્રિન્સિપાલ આસિ.પ્રોફેસર ડ્રિલ માસ્ટર/ટ્રેઈનિંગ ઓફિસર ગ્રંથપાલ/P.T.I ટ્યુટર DIPLOMA IN FIRE & SAFETY COLLEGES 2 10 0 3 3 1 3 DIPLOMA AND HEALTH SANITARY INSPECTOR COLLEGES 36 256 30 69 52 24 81 કુલ 38 266 30 72 55 25 84
શૈક્ષણિક લાયકાત
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ભરતી સંદર્ભે લઘુતમ લાયકાતના ધોરણો U.G.C./A.I.C.T.E./I.N.C./N.C.H./N.C.T.E./B.C.I./PhysiotherapyCouncil અને અન્ય એપેક્ષ બોડીઝ મુજબ રહેશે. શૈક્ષણિક લાયકાતના ધોરણો, ભરતી પ્રક્રિયામાં જોડાયેલા સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ લોકેજોના નામ અને ખાલી જગ્યાઓની વિગતવાર યાદી www.ngu.ac.in ઉપર મૂકવાશે.
ઉમેદવારો માટે ખાસ સૂચન
- દર્શાવેલ ખાલી જગ્યાઓમાં કે કોલેજની સંખ્યામાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ફેકલ્ટી વાઈઝ ઈન્ટવ્યુની તારીખ, સમય અને સ્થળ સહિતનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવાોરએ ધ્યાને લેવી.
- સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોની ભરતી સંદર્ભે યુનિવર્સિટી દ્વારા ફક્ત પ્લેટફોર્મ પુરું પાડવામાં આવેલું છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
નોટિફિકેશન
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ
- તારીખ – 25 ઓગસ્ટ 2025 (સોમવાર), 26 ઓગસ્ટ 2025 (મંગળવાર) 28 ઓગસ્ટ 2025(ગુરુવાર)
- સમય – સવારે 9 કલાકે
- સ્થળ – હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, પાટણ
આ ભરતી માટે રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ઈન્ટરવ્યુના સમયે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા પોતાનો સંપૂર્ણ હબાયોડેટા સહિતની કુલ ત્રણ નકલો, અસલ પ્રમાણપત્રો તથા જરૂરિયાત હોય તો એન.ઓ.સી સાથે સ્વખર્ચે યુનિવર્સિટીની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબના સ્થળે અને સમયે હાજર રહેવું.





