હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, HNGU માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગાર

HNGU Recruitment 2024, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી : હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કૂલ વિવિધ 87 પોસ્ટ ઉપર ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ લેખમાં ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
Updated : June 26, 2024 15:26 IST
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, HNGU માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં ભરતી photo - Social media

HNGU Recruitment 2024, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી : શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારી તક આવી છે. ઉત્તર ગુજરાતની જાણિતી યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદોની ભરતી માટે નોકરીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશન પાટણ યુનિવર્સિટી ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની મોટી ભરતી કરવા જઈ રહી છે. હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કૂલ વિવિધ 87 પોસ્ટ ઉપર ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પોસ્ટ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી – પાટણ
પોસ્ટ ટિચિંગ અને નોન ટિચિંગ
ખાલી જગ્યા 87
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ16 જુલાઈ 2024
વેબસાઈટhttps://www.ngu.ac.in/

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી પોસ્ટની વિગતે માહિતી

વિભાગપોસ્ટનું નામખાલી જગ્યાપગાર
કેમેસ્ટ્રીઆસિસ્ટન્ટ પ્રોફેસર- ઓર્ગેનિક6₹ 40,000
કેમેસ્ટ્રીઆસિસ્ટન્ટ પ્રોફેસર- ઇનઓર્ગેનિક2₹ 40,000
કેમેસ્ટ્રીઆસિસ્ટન્ટ પ્રોફેસર-ફિઝિકલ3₹ 40,000
ફિઝિક્સઆસિસ્ટન્ટ પ્રોફેસર2₹ 40,000
અંગ્રેજીઆસિસ્ટન્ટ પ્રોફેસર2₹ 40,000
લો ડિપાર્ટમેન્ટઆસિસ્ટન્ટ પ્રોફેસર4₹ 40,000
મેથેમેટીક્સઆસિસ્ટન્ટ પ્રોફેસર3₹ 40,000
કમ્પ્યુટર એન્ડ આઈટીઆસિસ્ટન્ટ પ્રોફેસર3₹ 40,000
જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનઆસિસ્ટન્ટ પ્રોફેસર1₹ 40,000
S.K સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટઆસિસ્ટન્ટ પ્રોફેસર3₹ 40,000
S.K સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટઆસિસ્ટન્ટ પ્રોફેસર (BBA)1₹ 40,000
S.K સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટઆસિસ્ટન્ટ પ્રોફેસર (BCom)2₹ 40,000
લાઈફ સાયન્સઆસિસ્ટન્ટ પ્રોફેસર (માઇક્રો બાયોલોજી)2₹ 40,000
લાઈફ સાયન્સઆસિસ્ટન્ટ પ્રોફેસર (પર્યાવરણ વિજ્ઞાન)3₹ 40,000
લાઈફ સાયન્સઆસિસ્ટન્ટ પ્રોફેસર (બોટની)2₹ 40,000
લાઈફ સાયન્સઆસિસ્ટન્ટ પ્રોફેસર (ઝુલોજી)2₹ 40,000
લાઈફ સાયન્સઆસિસ્ટન્ટ પ્રોફેસર (બાયો ટેક)1₹ 40,000
લાઈફ સાયન્સઆસિસ્ટન્ટ પ્રોફેસર (PGDMLT)2₹ 40,000
ફિઝિકલ એજ્યુકેશન એન્ડ યુથ કલ્ચર ઇવેન્ટકોચ2₹ 25,000
યોગ વિભાગઆસિસ્ટન્ટ પ્રોફેસર1₹ 40,000
યોગ વિભાગયોગ ટ્રેઇનર1₹ 20,000
કેમેસ્ટ્રી વિભાગ વડાલી કેમ્પસઆસિસ્ટન્ટ પ્રોફેસર (ઓર્ગેનિક)1₹ 40,000
કેમેસ્ટ્રી વિભાગ વડાલી કેમ્પસઆસિસ્ટન્ટ પ્રોફેસર (ઈનઓર્ગેનિક)1₹ 40,000
કેમેસ્ટ્રી વિભાગ વડાલી કેમ્પસઆસિસ્ટન્ટ પ્રોફેસર (ફિઝિકલ)1₹ 40,000
યોગ વિભાગયોગ ટ્રેઇનર1₹ 20,000
કેમેસ્ટ્રીલેબ આસિસ્ટન્ટ2₹ 15,000
ફિઝિક્સલેબ આસિસ્ટન્ટ2₹ 15,000
મેથેમેટિક્સલેબ આસિસ્ટન્ટ1₹ 15,000
લાઇફ સાયન્સલેબ આસિસ્ટન્ટ7₹ 15,000
ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકપ્રોફેસર1₹ 1,00,000
ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકઆસિસ્ટન્ટ પ્રોફેસર1₹ 70,000
ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકપ્રોફેસર6₹ 45,000
ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકઆર્ટિસ્ટ1₹ 40,000
ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકસ્ટ્રક્ચર એન્જીનિયર1₹ 45,000
હોસ્પિટલ મેનેજમેન્ટઆસિસ્ટન્ટ પ્રોફેસર2₹ 40,000
ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરઆસિસ્ટન્ટ પ્રોફેસર2₹ 40,000
ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરટ્રેઇની ઓફિસર1₹ 25,000
ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરટુટર1₹ 20,000
રિઝલ્ટ સેન્ટરવેબ ડેવલોપર1₹40,000
લીગલ સેલ લીગલ ઓફિસર1₹40,000
હેલ્થ સેન્ટરમેડિકલ ઓફિસર1₹50,000
ગર્લ્સ હોસ્ટેલવોર્ડન2₹20,000
બોય હોસ્ટેલવોર્ડન2₹20,000

પગાર ધોરણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે પગારની વાત કરીએ તો આ ભરતી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવી રહી છે. જેના માટે સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે અલગ પગાર ધોરણ રાખવામાં આવ્યું છે. 15,000 રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે.

નોટિફિકેશન

શૈક્ષણિક લાયકાત

હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિદ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારોને વિનંતી છે કે વિગતવાર શૈક્ષણિક લાકયાત જાણવા માટે આપેલી પીડીએફ વાંચવી.

કેવી રીતે અરજી કરવી?

પાટણ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ આપેલા પગલાં અનુસરવા

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.ngu.ac.in/
  • LATEST NEWS & EVENT વિકલ્પ પર ક્લિક કરો.
  • https://recruitment.ngu.ac.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઉમેદવારોએ જે પણ પોસ્ટ માટે અરજી કરવાની હોય એ પહેલા આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચી લેવું જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ઉભી ન થાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ