બેંક ભરતી : IBPS એ ક્લાર્કની 6000થી વધુ નોકરીઓ બહાર પાડી, કોલેજ પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક

IBPS Recruitment 2024, બેંક ભરતી : કોલેજ પાસ કરેલા ઉમેદવારો માટે બેંકમાં નોકરી માટે ઉત્તમ તક આવી ગઈ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન દ્વારા હજારોની સંખ્યામાં ભરતી બહાર પાડી છે. અહીં વાંચો ભરતી સંબંધિત બધી માહિતી.

Written by Ankit Patel
July 03, 2024 13:39 IST
બેંક ભરતી : IBPS એ ક્લાર્કની 6000થી વધુ નોકરીઓ બહાર પાડી, કોલેજ પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન ભરતી

IBPS Recruitment 2024, બેંક ભરતી : કોલેજ પાસ ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) દ્વારા તાજેતરમાં બંપર ભરતી બહાર પાડી છે. IBPS દ્વારા ક્લાર્કની કૂલ 6128 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પરીક્ષા તારીખ, બેંકોના નામો, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતી તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

બેંક ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS)
પોસ્ટ ક્લાર્ક
કુલ જગ્યાઓ 6128
એપ્લિકેશન મોડ ઓનલાઈન
ફોર્મ શરુ તારીખ 01 જુલાઈ 2024
છેલ્લી તારીખ 21 જુલાઈ 2024
વય મર્યાદા – 20થી 28 વર્ષ વચ્ચે
સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in

સહભાગી બેંકો

  • બેંક ઓફ બરોડા
  • કેનેરા બેંક ઇન્ડિયન
  • ઓવરસીઝ બેંક
  • યુકો બેંક
  • બેંક ઓફ ઈન્ડિયા
  • સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
  • પંજાબ નેશનલ બેંક યુનિયન
  • બેંક ઓફ ઇન્ડિયા
  • બેંક ઓફ મહારાષ્ટ્ર
  • ઇન્ડિયન બેંક
  • પંજાબ એન્ડ સિંધ બેંક

બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારતના અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત. ઉમેદવાર પાસે માન્ય માર્ક-શીટ/ડિગ્રી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે કે તે સ્નાતક છે. કોમ્પ્યુટર સાક્ષરતા: કોમ્પ્યુટર સિસ્ટમમાં સંચાલન અને કાર્યકારી જ્ઞાન ફરજિયાત છે .

બેંક ભરતી માટે અરજી ફી

કેટેગરી અરજીફી
SC/ST/PwBD/ESM/DESM ઉમેદવારો માટે ₹ 175
અન્ય તમામ માટે ₹850

અરજી માટે જરુરી દસ્તાવેજો

  • ફોટોગ્રાફ
  • સહી
  • ડાબા અંગૂઠાની છાપ
  • હાથથી લખેલી ઘોષણા
  • કલમ J (viii) માં ઉલ્લેખિત પ્રમાણપત્ર – (જો લાગુ હોય તો)
  • ઉમેદવારોએ તેમના ફોટોગ્રાફ કેપ્ચર કરીને અપલોડ કરવા પણ જરૂરી રહેશે

બેંક ભરતી માટેનું નોટીફિકેશન

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પરીક્ષા તારીખ, બેંકોના નામો, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતી તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

IBPS ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Institute of Banking Personnel Selection ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ લેખમાં નીચે દર્શાવેલ પગલાં અનુસરવા.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.ibps.in
  • Recent Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • CRP-Clerks-XIV શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો

ઉમેદવારોને ખાસ સૂચન છે કે ઓલાઈન અરજી કરતા પહેલા સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટીફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું ત્યારબાદ જ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ