IBPS RRB Clerk Admit Card Out 2025 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ IBPS RRB ક્લાર્ક પ્રિલિમ્સ એડમિટ કાર્ડ 2025 જારી કરી દીધા છે. નોંધાયેલા ઉમેદવારો હવે આઇબીપીએસ ibps.in ની સત્તાવાર વેબસાઇટ પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ એડમિટ કાર્ડ 14મી IBPS RRB ભરતી હેઠળ જારી કરવામાં આવ્યા છે અને 14મી ડિસેમ્બર 2025 સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
IBPS RRB Clerk Prelims Exam 2025 : પરીક્ષા ક્યારે લેવામાં આવશે?
આઇબીપીએસ ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) પ્રિલિમ્સની પરીક્ષા આ તારીખો પર લેવામાં આવશે, જે નીચે મુજબ છે.
- 6 ડિસેમ્બર 2025
- 7 ડિસેમ્બર 2025
- 13 ડિસેમ્બર 2025
- 14 ડિસેમ્બર 2025
ઉમેદવારોને એડમિટ કાર્ડ પર પરીક્ષાની તારીખ, રિપોર્ટિંગ સમય અને પરીક્ષા કેન્દ્રની માહિતી આપવામાં આવી છે.
IBPS RRB Clerk Prelims Exam 2025 : ડાઉનલોડ કેવી રીતે કરવું?
ઉમેદવારો નીચેના પગલાંને અનુસરીને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
- સૌથી પહેલા ibps.in સત્તાવાર વેબસાઇટ ઓપન કરો
- હોમપેજ પર CRP RRBs પર ટેબ કરો.
- IBPS RRB Clerk Admit Card 2025 લિંક પર ક્લિક કરો.
- તમારો રજિસ્ટ્રેશન નંબર / રોલ નંબર અને પાસવર્ડ / જન્મ તારીખ દાખલ કરો.
- Submit સબમિટ પર ક્લિક કરો.
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને સેવ કરો
એડમિટ કાર્ડ પર આ માહિતી જોવા મળશે
- ઉમેદવારનું નામ
- ઉમેદવારના પિતાનું નામ
- ઉમેદવારનું સરનામું
- ઉમેદવારનો ફોન નંબર
- રોલ નંબર
- રજીસ્ટ્રેશન નંબર
- ફોટો અને હસ્તાક્ષર
- પરિક્ષા કેન્દ્રનું નામ અને સંપૂર્ણ સરનામું
- રિપોર્ટિંગ સમય
- પરીક્ષા દિવસની માર્ગદર્શિકા
- કેટેગરી (Category)
- પ્રતિબંધિત વસ્તુઓની યાદી
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તમામ વિગતોની સંપૂર્ણ તપાસ કરે અને કોઈપણ ભૂલના કિસ્સામાં તાત્કાલિક સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરે.
IBPS RRB Clerk Recruitment 2025: પસંદગી પ્રક્રિયા
આરઆરબી ઓફિસ આસિસ્ટન્ટ ભરતીમાં પસંદગી બે તબક્કામાં થાય છે.
(1) પ્રિલિમ્સ પરીક્ષા (Prelims Exam)
- આ એક ક્વોલિફાઇંગ ટેસ્ટ છે
- અંતિમ યોગ્યતામાં ગુણનો સમાવેશ થતો નથી
- 80 પ્રશ્નો – કુલ 80 ગુણ
બે સેક્શન :
- લોજિકલ રિઝનિંગ
- આંકડાકીય ક્ષમતા
- કુલ સમય: 45 મિનિટ
(2) મુખ્ય પરિક્ષા (Mains Exam), અંતિમ પસંદગીનો આધાર
- મેરિટ લિસ્ટ ફક્ત મેઇન્સના ગુણમાંથી જ તૈયાર કરવામાં આવે છે
- Mains પાસ કરનારા ઉમેદવારોને સીધા દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે છે
- ઓફિસ આસિસ્ટન્ટ/ક્લાર્કની પોસ્ટ માટે કોઈ ઇન્ટરવ્યૂ નથી





