ICAI CA Exam Dates May 2024, CA May Intermediate, સીએ પરીક્ષા : દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે મોકૂફ રાખવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ICAI દ્વારા મંગળવારે ટ્વિટર પર નવી તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાએ CA મે પરીક્ષા 2024 વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ જણાવી છે. ICAIએ 17 માર્ચે જૂના સમયપત્રકમાં ફેરફારની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે નવું શેડ્યૂલ 19 માર્ચે જાહેર કરવામાં આવશે.
સીએ પરીક્ષાની આ છે નવી તારીખો
હવે નવા સમયપત્રક મુજબ સીએ ઇન્ટરમીડિયેટ ગ્રુપ 1ની પરીક્ષા 3જી, 5મી અને 9મી મેના રોજ લેવામાં આવશે. જ્યારે ગ્રુપ 2 ની પરીક્ષા 11, 15 અને 17 મેના રોજ યોજાશે.
જ્યારે સીએ ફાઈનલ ગ્રુપ 1ની પરીક્ષા 2જી, 4થી અને 8મી મેના રોજ લેવામાં આવશે. જ્યારે ગ્રુપ 2 ની પરીક્ષા 10, 14 અને 16 મેના રોજ લેવામાં આવશે. આ સિવાય ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટની તારીખ 14 અને 16 મે છે.
આ પણ વાંચોઃ- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી, જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે કરો અરજી, વાંચો સંપૂર્ણ માહિતી
સીએ પરીક્ષા અગાઉ ક્યારે યોજાવાની હતી?
ઉલ્લેખનીય છે કે જૂના સમયપત્રક મુજબ સીએ ઈન્ટર અને ફાઈનલની પરીક્ષા 3 મેથી 12 મે વચ્ચે યોજાવાની હતી. જેમાં ઈન્ટરમીડિયેટ ગ્રુપ 1ની પરીક્ષા 3, 5 અને 7 મેના રોજ જ્યારે ગ્રુપ 2ની પરીક્ષા 9, 11 અને 13 મે 2024ના રોજ યોજાવાની હતી. જ્યારે સીએ ફાઈનલ ગ્રુપ 1 ની પરીક્ષા 2, 4 અને 6 મે 2024 ના રોજ અને ગ્રુપ 2 ની પરીક્ષા 8, 10 અને 12 મે 2024 ના રોજ યોજાવાની હતી. આ બધા સિવાય સીએ ફાઉન્ડેશનની પરીક્ષા 20, 22, 24 અને 26 જૂને યોજાવાની હતી, પરંતુ તે પણ મોકૂફ રાખવામાં આવી હતી.