IDBI bank recruitment 2025, IDBI ભરતી 2025: બેંકમાં નોકરી મેળવવા માટે તકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. IDBI બેંક લિમિટેડ દ્વારા વિવિધ પદો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં વિવિધ મેનેજર પોસ્ટની જગ્યાઓ ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
IDBI ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
IDBI ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા IDBI બેંક પોસ્ટ વિવિધ મેનેજર જગ્યા 119 એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2025 ક્યાં અરજી કરવી https://www.idbibank.in/
IDBI બેંક ભરતી, પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા ડેપ્યુટી જનરલ મેનેજર 8 આસિસ્ટન્ટ જનરલ મેનેજર 42 મેનેજર 69 કુલ 119
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ફાયનાન્સ એન્ડ એકાઉન્ટિંગ (FAD): ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) / ICWA /MBA (ફાઇનાન્સ)ની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
પગાર ધોરણ
- ડેપ્યુટી જનરલ મેનેજર, ગ્રેડ ‘ડી’ ₹102300-2980(4)- 114220-3360(2)- 120940 (7 વર્ષ) મેટ્રો શહેરો માટે કુલ પગાર ₹197000/- પ્રતિ મહિને (અંદાજે) હશે.
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ગ્રેડ ‘C’ ₹85920-2680(5)-99320-2980(2)-105280 (8 વર્ષ) મેટ્રો શહેરો માટે કુલ પગાર ₹164000/- પ્રતિ મહિને (આશરે) હશે.
- મેનેજર – ગ્રેડ ‘બી’ ₹64820-2340(1)-67160-2680 (10)-93960 (12 વર્ષ) મેટ્રો શહેરો માટે કુલ પગાર ₹124000/- પ્રતિ મહિને (અંદાજે) હશે.
પસંદગી પ્રક્રિયા
આ પોસ્ટ્સ માટે પસંદગી પ્રારંભિક સ્ક્રીનીંગ ટેસ્ટ અને ત્યારબાદના દસ્તાવેજ ચકાસણી રાઉન્ડમાં ઉમેદવારોના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
કેવી રીતે અરજી કરવી
- સત્તાવાર વેબસાઇટ https://www.idbibank.in/ ની મુલાકાત લો
- હોમપેજ પર IDBI ભરતી 2025 લિંક પર ક્લિક કરો.
- જરૂરી વિગતો પ્રદાન કરો.
- અરજી ફોર્મ સબમિટ કરો.
- જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
- કૃપા કરીને ભાવિ સંદર્ભ માટે તેનું પ્રિન્ટઆઉટ રાખો.





