/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-49.jpg)
દર વર્ષે 30 લાખ જેટલા લોકો IELTSની એક્ઝામ આપે છે. (file photo)
IELTS સ્કોર: જો તમે કેનેડામાં અભ્યાસ કરવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ કેટેગરીમાં સ્ટડી પરમિટ માટે અરજી કરતા IELTS ટેસ્ટ આપનારાઓએ મિનિમમ બેન્ડ સ્કોર 6.0 મેળવવાની જરૂર રહેશે નહીં. IRCC એ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (IELTS) ની જરૂરિયાતમાં ફેરફારો કર્યા છે જે 10મી ઓગસ્ટથી લાગુ થશે.
એક્સપર્ટ્સનું શું કહેવું છે?
આઇડીપી એજ્યુકેશનના રીજનલ ડાયરેક્શન ઇન્ડિયા અને સાઉથ એશિયા પીયુષ કુમારનું કહેવું છે કે, “અમે IRCC દ્વારા કરાયેલા તાજેતરના ફેરફારોથી ખુશ છીએ કે SDS પ્રોગ્રામ દ્વારા અરજી કરતા IELTS શૈક્ષણિક પરીક્ષા આપનારાઓને હવે માત્ર 6 બેન્ડ સ્કોરની જરૂર પડશે.
તેમણે વધુમાં ઉમેર્યું, “આ અપડેટ માત્ર પર્સનલ બેન્ડ સ્કોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પરીક્ષાર્થીઓની વ્યાપક ક્ષમતાઓને ઓળખવા તરફ સકારાત્મક ફેરફાર દર્શાવે છે. અમારું માનવું છે કે આ ફેરફાર વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કેનેડામાં તેમના શૈક્ષણિક ધ્યેયોને આગળ વધારવા માટે વધુ તકો ઉપલબ્ધ કરાવશે.”
દર વર્ષે 30 લાખ લોકો આપે છે IELTSની એક્ઝામ
વિદેશમાં ભણવા માટે કે નોકરી- કરિયરમાટે IELTSનું રિઝલ્ટ ખૂબ જ જરૂરી છે. દર વર્ષે ત્રીસ લાખથી વધુ લોકો પરીક્ષા આપે છે અને તેને વિશ્વભરની 11,000 થી વધુ યુનિવર્સિટીઓ, શાળાઓ વગેરે દ્વારા સ્વીકારવામાં આવે છે. પીયૂષ કુમાર કહે છે કે IELTS પાસે ટેસ્ટ સેન્ટરનું સૌથી મોટું નેટવર્ક છે. તે ભારતમાં 80 થી વધુ શહેરોમાં 150 થી વધુ સ્થાનો પર પેપર આધારિત ટેસ્ટનો વિકલ્પ પ્રદાન કરે છે. અમે ભારતમાં ટૂંક સમયમાં IELTS વન સ્કિલ રિટેક (OSR) રજૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ જેથી ઉમેદવારોની પાસે પરીક્ષાના કોઈપણ એક સેક્શનને ફરીથી આપવા માટેની સુગમતા ધરાવે છે તેની ખાતરી થઇ શકશે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us