IFFCO Recruirment 2025 : ઇફ્ફોમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર, શૈક્ષણિક લાયકાત સહિત તમામ માહિતી

IFFCO AGT Recruirment 2025 : IFFCO AGT ભરતી માટેની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા

IFFCO AGT Recruirment 2025 : IFFCO AGT ભરતી માટેની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IFFCO AGT Recruitment 2025, IFFCO Recruitment 2025

IFFCO Recruirment 2025 : ઇફ્ફોમાં નોકરીની શાનદાર તક (તસવીર - સોશિયલ મીડિયા)

IFFCO AGT Recruirment 2025, ઇફ્ફો નોકરી 2025 : નોકરી શોધી રહેલા સ્નાતકો માટે આ એક સુવર્ણ તક છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઇની (AGT) ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કોઈપણ રસ ધરાવતા કૃષિ સ્નાતક તાલીમાર્થી ઉમેદવાર અરજી કરી શકે છે. ઉમેદવારો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે IFFCO ની સત્તાવાર વેબસાઇટ agt.iffco.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 છે.

IFFCO AGT ભરતી માટેની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

શૈક્ષણિક લાયકાત

IFFCO ભરતી માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કૃષિમાં B.Sc ડિગ્રી હોવી આવશ્યક છે. આ સાથે, ઉમેદવારોએ B.Sc. માં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીના ઉમેદવારો માટે લઘુત્તમ ગુણ 55 ટકા નક્કી કરવામાં આવ્યા છે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 1 માર્ચ, 2025 ના રોજ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર અનામત ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ લાગુ છે. આ ભરતી માટે ઉમેદવારોએ વિગતવાર પાત્રતા માપદંડો અને અન્ય માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું જોઈએ.

ઉમેદવારોના પસંદગી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ

પ્રારંભિક ઓનલાઈન પરીક્ષા: સૌપ્રથમ, ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવી પડશે.

અંતિમ ઓનલાઈન પરીક્ષા: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સમગ્ર ભારતમાં નિર્દિષ્ટ કેન્દ્રો પર અંતિમ પરીક્ષા આપવાની રહેશે.

ઇન્ટરવ્યૂ: અંતિમ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

મેડિકલ પરીક્ષા : છેલ્લે પસંદ થયેલા ઉમેદવારોની તબીબી તપાસ કરવામાં આવશે, જેમાં તેમણે હાજર રહેવું પડશે.

આ પણ વાંચો - ગુજરાતમાં ₹ 49 હજારથી વધુના પગાર વાળી સરકારી નોકરી મેળવવાની તક,વાંચો સંપૂર્ણ માહિતી

ઓનલાઈન ટેસ્ટ દેશભરના આ શહેરોમાં લેવાશે

IFFCO AGT ભરતી માટે પસંદ કરાયેલા ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત ઓનલાઈન ટેસ્ટ અને મેડિકલ પરીક્ષા માટે હાજર રહેવું પડશે. આ ઓનલાઈન ટેસ્ટ દેશભરના વિવિધ શહેરોમાં લેવામાં આવશે. જેમાં અમદાવાદ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, નાગપુર, ગુવાહાટી, પટના, રાયપુર, સુરત, વારાણસી, ચંદીગઢ, દેહરાદૂન, પૂણે, હૈદરાબાદ, વિજયવાડા, કોચીન, જોધપુર, જમ્મુ, શિમલા, ભોપાલ, જબલપુર સામેલ છે.

આવી રીતે કરવી અરજી

  • સૌથી પહેલા ઉમેદવારોએ IFFCO ની સત્તાવાર વેબસાઇટ agt.iffco.in ની વિઝિટ કરવી.
  • જ્યાં “AGT ભરતી 2025” લિંક પર ક્લિક કરો.
  • વેબસાઇટના હોમ પેજ પર 'Click here to Register' પર ક્લિક કરીને પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે.
  • રજિસ્ટ્રેશન પછી 'Click here to Login' પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લઇ લો.

પગાર

પસંદ કરાયેલા ઉમેદવારોને 1 વર્ષનો તાલીમ સમયગાળો મળશે, જેમાં તેમને દર મહિને 33,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. તાલીમના એક વર્ષ પછી તેમને દર મહિને 37,000 રૂપિયાનો પગાર મળશે.

Advertisment
કરિયર નોકરી ભરતી સરકારી નોકરી