/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/IIIT-surat-recruitment.jpg)
IIIT સુરત ભરતી - photo - Facebook
IIIT surat Recruitment 2024, IIIT સુરત ભરતી : સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુરતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ભારતીય સૂચના પ્રોદ્યોગિકી સંસ્થા, સુરત દ્વારા વિવિધ પ્રોફેસર પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કુલ 22 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
IIIT સુરત ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અનુભવ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
IIIT સુરત ભરતી અંગે મહત્વની વિગતો
| સંસ્થા | ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થા, સુરત |
| પોસ્ટ | વિવિધ પ્રોફેસર |
| જગ્યા | 22 |
| અરજી ફી | ₹500 થી ₹ 1000 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25-11-2024 |
| સત્તાવાર વેબસાઈટ | https://iiitsurat.ac.in/ |
IIIT સુરત ભરતી પોસ્ટની વિગતો
| પોસ્ટ | વિભાગ | જગ્યા |
| એસોસિએટેડ પ્રોફેસર | ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ | 2 |
| ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુનિકેશન એન્જીનિયરિંગ | ||
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-1 | ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુનિકેશન એન્જીનિયરિંગ | 2 |
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-2 | ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ | 2 |
| ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુનિકેશન એન્જીનિયરિંગ | ||
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-3 | ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ | 16 |
| ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુનિકેશન એન્જીનિયરિંગ | ||
| ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઈડ સાયન્સ એન્ડ હ્યુમાનિટિઝ (ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ) | ||
| કુલ | 22 |
IIIT સુરત ભરતી શૈક્ષણિક લાયકાત
| પોસ્ટ | વિભાગ | શૈક્ષણિક લાયકાત |
| એસોસિએટેડ પ્રોફેસર | CSE/ECE | B.Tech/BE અને M.Tech/ME બંનેમાં પ્રથમ વર્ગ સાથે PhD |
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-1 | CSE/ECE | B.Tech/BE અને M.Tech/ME બંનેમાં પ્રથમ વર્ગ સાથે PhD |
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-2 | CSE/ECE | B.Tech/BE અને M.Tech/ME બંનેમાં પ્રથમ વર્ગ સાથે PhD |
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-3 | ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઈડ સાયન્સ એન્ડ હ્યુમાનિટિઝ (ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ) | B.SC અને M.Sc. બંનેમાં પ્રથમ વર્ગ સાથે PhD |
IIIT સુરત ભરતી પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| એસોસિએટેડ પ્રોફેસર | Level-13 A2 of 7th CPC pay matrix |
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-1 | Level-12 A2 of 7th CPC pay matrix |
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-2 | Level-11 A2 of 7th CPC pay matrix |
| આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રેડ-3 | Level-10 A2 of 7th CPC pay matrix |
અરજી ફી
આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોને નીચે પ્રમાણેની ફી ચૂકવવાની રહેશે
| કેટેગર | ફી |
| સામાન્ય | ₹1000 |
| SC,ST,PWD | ₹500 |
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://iiitsurat.ac.in/ પર જવું
- જ્યાં કરિયર ઓપ્શનમાં ભરતીની જાહેરાત અને એપ્લિકેશન ફોર્મની લિંક દેખાશે
- એપ્લિકેશન ફોર્મ લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરવું
- ફોર્મમાં માંગેલી વિગતો ધ્યાન પૂર્વક ભરતી અને માંગેલા દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામા પર સ્પીડ પોસ્ટ, રજીસ્ટર એડી કે કુરિયર થકી મોકલી આપવાની રહેશે
અરજી કરવાનું સરનામું
ડિરેક્ટોર
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, સુરત
ખાવડ કેમ્પસ, કામરેજ
સુરત - ગુજરાત
પીન કોડ નંબર - 394190
અરજી સાથે બિડાણ કરવાના જરૂરી દસ્તાવેજો
- તમામ પૃષ્ઠો પર યોગ્ય રીતે સહી કરેલ નિયત અરજી ફોર્મની હાર્ડ કોપી.
- 10મું ધોરણ પ્રમાણપત્ર.
- 12મા ધોરણનું પ્રમાણપત્ર.
- તમામ વર્ષ/સેમેસ્ટર માટે ગ્રેજ્યુએશન માર્ક-શીટ્સ.
- સ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર.
- તમામ વર્ષો/સેમેસ્ટર માટે માસ્ટર ડિગ્રી અને માર્ક-શીટ્સ.
- પીએચડી પુરસ્કાર પ્રમાણપત્ર / કામચલાઉ પુરસ્કાર પ્રમાણપત્ર (સૂચના).
- વર્તમાન એમ્પ્લોયર તરફથી NOC
નોટિફિકેશન
IIIT સુરત ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અનુભવ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
કરિયર-નોકરીને લગતા વધુ સમાચારો વાંચવા માટે લિંક ઉપર ક્લિક કરો
ઉમેદાવરોને સૂચન કરવામાં આવે છે આઈઆઈઆઈટી સુરતની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us