IIM અમદાવાદ ભરતી : અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

IIM Ahmedabad Recruitment 2025 : IIM અમદાવાદ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

IIM Ahmedabad Recruitment 2025 : IIM અમદાવાદ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
આઈઆઈએમએ ભરતી, અમદાવાદ નોકરી, IIMA Recruitment 2024

આઈઆઈએમએ ભરતી photo - X @IIMAhmedabad

IIM Ahmedabad Recruitment 2025, IIM અમદાવાદ ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદની પ્રતિષ્ઠીત સંસ્થામાં નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે. IIM અમદાવાદ દ્વારા મેડિકલ ઓફિસરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

IIM અમદાવાદ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

IIM અમદાવાદ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM અમદાવાદ)
પોસ્ટમેડિકલ ઓફિસર
જગ્યા1
વયમર્યાદાવધુમાં વધુ 45 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ12 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://hr.iima.ac.in/jobs/applyjob

IIM અમદાવાદ ભરતી પોસ્ટની વિગતો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) IIMA સમુદાયને તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે મેડિકલ ઓફિસરની ભરતી બહાર પાડી છે. આ જગ્યા ત્રણ વર્ષના કરાર આધારિત ભરવામાં આવશે. જોકે, જરૂર પડશે તો સમયગાળો લંબાવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • ઉમેદવારે ભારતીય મેડિકલ કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલ માન્ય તબીબી સંસ્થામાંથી MBBS ડિગ્રી હોવી આવશ્યક છે.
  • MBBS ડિગ્રી પૂર્ણ કર્યા પછી તબીબી સેવાઓ પૂરી પાડવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

IIM અમદાવાદ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ

  • પસંદ કરેલ ઉમેદવારને ત્રણ વર્ષની નિશ્ચિત મુદત માટે કાર્યકાળ આધારિત સ્કેલ કરેલ કરાર પર એપોઇન્ટમેન્ટ ઓફર કરવામાં આવશે, જે જરૂરીયાત મુજબ વધુ સમયગાળા માટે લંબાવી શકાય છે.
  • અનુભવ અને લાયકાતના આધારે પસંદ કરેલ ઉમેદવારને 7મા કેન્દ્રીય પગાર પંચના પે મેટ્રિક્સ હેઠળ પગાર સ્તર 10/11માં મૂકવામાં આવશે. 7મા CPC મુજબના પગાર ઉપરાંત, સંસ્થા અન્ય લાભો આપે છે જે કાયમી કર્મચારીઓની સમાન હશે.

અરજી કેવી રીતે કરવી

  • IIM અમદાવાદ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ IIM અમદાવાદની વેબસાઈટ https://www.iima.ac.in/ ની મુલાકાત લેવી.
  • અહીં જોબ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે.
  • અહીં આપેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.
  • ત્યારબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.

નોટિફિકેશન

ઉમેદવારોને સુચન છે કે આ પોસ્ટ ઉપર અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
અમદાવાદ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી