IIMA Recruitment 2024, અમદાવાદ નોકરી : અમદાવાદમાં રહીને મોભાદાર નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઉત્તમ તક આવી ગઈ છે. ઇન્ડિયન ઇન્સ્ટીસ્ટૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાના નોટિફિકેશન પ્રમાણે જનરલ મેનેજર, આસીસ્ટન્ટ મેનેજર સહિતની પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
આઈઆઈએમએ ભરતી અંગે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
આઈઆઈએમએ ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ પોસ્ટ વિવિધ જગ્યા 3 વયમર્યાદા પોસ્ટ પ્રમાણે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2024 ક્યાં અરજી કરવી https://www.iima.ac.in/the-institute/administration/working-with-us
આઈઆઈએમએ ભરતી અંગે પોસ્ટની વિગતો
પોસ્ટ વિભાગ જગ્યા જનરલ મેનેજર ઇન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર 1 આસીસ્ટન્ટ મેનેજર પબ્લિક રિલેશન એન્ડ કોન્ટેક્ટ ડેવલોપમેન્ટ 1 પ્રોગ્રામ કોર્ડિનેટર એક્ઝીક્યુટીવ એજ્યુકેશન પ્રોગ્રામ 1
આઈઆઈએમએ ભરતી અંગે લાયકાત
જનરલ મેનેજર
- MBA / CA / CFA / CAIA / અર્થશાસ્ત્ર અથવા જાહેર નીતિમાં માસ્ટર્સ (અથવા ઉચ્ચ ડિગ્રી)
- ઉદ્યોગ / સંશોધન / શૈક્ષણિક ક્ષેત્રે 10 વર્ષનો લઘુત્તમ કાર્ય અનુભવ
આસીસ્ટન્ટ મેનેજર
- માસ કોમ્યુનિકેશન/ જર્નાલિઝમ/ પબ્લિક રિલેશન અથવા સંબંધિત ક્ષેત્રોમાં અનુસ્નાતક
- સંસ્થા અથવા પીઆર એજન્સીમાં ઓછામાં ઓછા 5 વર્ષનો સંબંધિત અનુભવ અથવા
- મુખ્ય લાઇન/બિઝનેસ મીડિયા પ્રકાશન
- મીડિયા સંબંધો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મજબૂત સમજ.
પ્રોગ્રામ કોર્ડિનેટર
- પ્રોજેક્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને સમય વ્યવસ્થાપન કુશળતા
- ઉત્તમ સંચાર કૌશલ્ય, સેવા અભિગમ અને પ્રક્રિયા પાલન ક્ષમતા અને અનુભવ
- જરૂરીયાત મુજબ મુસાફરી કરવાની ક્ષમતા.
- ડિજિટલ સાક્ષરતા, MS Office ટૂલ્સનું સારું કાર્યકારી જ્ઞાન
આ પણ વાંચોઃ- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, અમદાવાદમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો જોરદાર તક, વાંચો બધી માહિતી
આઈઆઈએમએ ભરતી અંગે વય મર્યાદા અને પગાર
ઇન્ડિયન ઇન્સ્ટીસ્ટૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીના નોટિફિકેશન પ્રમાણે આ જગ્યાઓ માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ વય મર્યાદા અને પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. વધારે માહિતી માટે આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશન વાંચવા.