IIT Gandhinagar Recruitment 2024: આઈઆઈટી ગાંધીનગર ભરતી: નોકરીની રાહ જોઈ રહેલા સ્નાતક ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. ગાંધીનગર અને આજુ બાજુના વિસ્તારોમાં રહેતા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટો પર નોકરી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
IIT ગાંધીનગર દ્વારા ટ્રેઈનીથી લઈને પ્રોજેક્ટ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. નોટિફિકેશન પ્રમાણે આશરે 15થી વધારે જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા ઉમેદવારો ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, સહિતની મહત્વની માહિતી જાણવા માટે આપેલા સમાચારને અંત સુધી ચોક્કસ વાંચવા.
આઈઆઈટી ગાંધીનગર ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ વિવિધ કુલ જગ્યા 15 થી વધુ વય મર્યાદા અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ક્યાં અજી કરવી https://www.iitgn.ac.in/
આઈઆઈટી ગાંધીનગર ભરતીની વિવિધ પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ કુલ જગ્યા અરજી કરવાની છેલ્લી તારીખ તાલીમાર્થી 8 27.04.2024 વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક/પ્રોજેક્ટ સહાયક II (વેબ ડેવલપર) 2 26.04.2024 વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક/પ્રોજેક્ટ સહાયક II (ગ્રંથાલય વિજ્ઞાન અને આર્કાઇવ્ઝ) 1 26.04.2024 પ્રોજેક્ટ સહાયક-II 2 30.04.2024 પ્રોજેક્ટ આસિસ્ટન્ટ I (ફિલ્ડ એન્જિનિયર) 2 25.04.2024 પ્રોજેક્ટ એસોસિયેટ-I જરૂર પ્રમાણે 15.05.2024
આઈઆઈટી ગાંધીનગર ભરતીની વિવિધ પોસ્ટ માટે લાયકાત
ટ્રેઇનિ
શિક્ષણ- કોઈપણ સ્નાતકપગાર- 15,000થી 28,000વયમર્યાદા – 45 વર્ષ સુધી ઉંમર, સ્નાતક ઉમેદવારો
ટ્રેઈનિ ભરતીનું નોટિફિકેશન
વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક/પ્રોજેક્ટ સહાયક II (વેબ ડેવલપર)
શિક્ષણ – બીઈ, બીટેક કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એમસીએ, એમએસસી આઈટી ઓછામાં ઓછા 65 ટકા માર્કપગાર – મહિને 45,000 પગારવય મર્યાદા – 35 વર્ષથી વધુ નહીં
વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક/પ્રોજેક્ટ સહાયક II (વેબ ડેવલપર) નું નોટિફિકેશન
આ પણ વાંચોઃ- બંધન બેંક ભરતી : ધો 10-12 પાસ ઉમેદવારો માટે પરીક્ષા વગર બેંકમાં નોકરીની સૂવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક/પ્રોજેક્ટ સહાયક II (ગ્રંથાલય વિજ્ઞાન અને આર્કાઇવ્ઝ)
શિક્ષણ – લાયબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં માસ્ટર ડિગ્રી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ,પગાર – મહિને 45 હજાર પગારવય મર્યાદા – 35 વર્ષ સુધી
વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક/પ્રોજેક્ટ સહાયક II (ગ્રંથાલય વિજ્ઞાન અને આર્કાઇવ્ઝ) નું નોટિફિકેશન
પ્રોજેક્ટ સહાયક (ગ્રંથાલય વિજ્ઞાન અને આર્કાઇવ્ઝ)
શિક્ષણ – કોઈપણ સ્નાતક ડિગ્રી ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે પાસ હોવી જોઈએપગાર – મહિને 35,000 રૂપિયા પગારવય મર્યાદા – 32 વર્ષથી વધારે નહીં
પ્રોજેક્ટ સહાયક (ગ્રંથાલય વિજ્ઞાન અને આર્કાઇવ્ઝ)નું નોટિફિકેશન
પ્રોજેક્ટ આસિસ્ટન્ટ I (ફિલ્ડ એન્જિનિયર)
શિક્ષણ – બીઈ, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલ એન્જીનિયરિંગમાં બીટેકની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએપગાર – 28,000થી 44,000 સુધી માસિક પગારવય મર્યાદા – 35 વર્ષ વધુમાં વધુ ઉંમર હોવી જોઈએ
પ્રોજેક્ટ આસિસ્ટન્ટ I (ફિલ્ડ એન્જિનિયર) નોટિફિકેશન
પ્રોજેક્ટ એસોસિયેટ-I
શિક્ષણ – મિકેનિક્સ/મિકેનિકલ/સિવિલ/એરોસ્પેસ એન-માં B.Tech ડિગ્રી, M.Sc, ભૌતિકશાસ્ત્ર/ગણિતની ડિગ્રીપગાર- 31,000 માસિક પગારવય મર્યાદા – નોટિફિકેશનમાં જણાવવામાં આવી નથી.
પ્રોજેક્ટ એસોસિયેટ-I નું નોટિફિકેશન
નોંધઃ- ઉમેદવારોએ આઈઆઈટી ગાંધીનગર ભરતી માટે અરજી કરતા પહેલા સંલગ્ન પોસ્ટ માટે આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોકક્સ વાંચવું.





