IIT-JEE એડવાન્સ્ડ 2023 પરિણામો: વાવિલાલા ચિદવિલાસ IIT-JEE Advanced 2023 Results: રેડ્ડીએ ઓલ ઇન્ડિયામાં પહેલો રેન્ક મેળવ્યો, નયકાંતિ નાગા ભવ્ય શ્રી બની ગર્લ્સ કેટેગરીમાં ટોપર

JEE Advanced Result 2023 Declared : હૈદરાબાદ ઝોનના કે વવિલા ચિદવિલાસ રેડ્ડીએ આઇઆઈટી એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ- મહિલા ઉમેદાવોરમાં પહેલો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે IIT ગુવાહાટી દ્વારા આયોજીત પરીક્ષામાં રેડ્ડીએ 360 ગુણમાંથી 341 ગુણનો સ્કોર પ્રાપ્ત કર્યો છે. મહિલા ઉમેદવારોમાં આઇઆઇટી હૈદરાબાદ ઝોનની નયકાંતિ નાગા ભવ્ય શ્રીએ 298 અંકો સાથે ટોપ કર્યું છે.

JEE Advanced Result 2023 Declared : હૈદરાબાદ ઝોનના કે વવિલા ચિદવિલાસ રેડ્ડીએ આઇઆઈટી એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ- મહિલા ઉમેદાવોરમાં પહેલો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે IIT ગુવાહાટી દ્વારા આયોજીત પરીક્ષામાં રેડ્ડીએ 360 ગુણમાંથી 341 ગુણનો સ્કોર પ્રાપ્ત કર્યો છે. મહિલા ઉમેદવારોમાં આઇઆઇટી હૈદરાબાદ ઝોનની નયકાંતિ નાગા ભવ્ય શ્રીએ 298 અંકો સાથે ટોપ કર્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
IIT JEE advanced results, JEE Advanced Result 2023 Declared

આઇઆઇટી જેઇઇ એડવાન્સ પરિણામ (Pic credit: IIT Guwahati)

IIT-JEE Advanced 2023 Results: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગુવાહાટીએ આજે ​​જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ 2023 માટેના પરિણામો જાહેર કર્યા છે. હૈદરાબાદ ઝોનના વવિલાલા ચિદવિલાસ રેડ્ડીએ ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 1 મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ અધિકૃત વેબસાઇટ — jeeadv.ac.in પર તેમનું પરિણામ જોઈ શકે છે.

Advertisment

સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મુખ્ય 2023 માં 100 પર્સેન્ટાઇલ મેળવનારા છ જેટલા વિદ્યાર્થીઓ JEE એડવાન્સ 2023 ના ટોપર્સ તરીકે ઉભરી આવ્યા છે. આ વર્ષે, IIT-JEE એડવાન્સ્ડના બંને પેપરમાં કુલ 1,80,372 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 43773 ક્વોલિફાય થયા છે . 36204 પુરૂષ વિદ્યાર્થીઓ અને 7509 મહિલા વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ 2023 પાસ કર્યું છે.

આ વર્ષે કેટેગરી મુજબ લાયક બનવા માટે જરૂરી ન્યૂનતમ ગુણ:

  • સામાન્ય - વ્યક્તિગત વિષય 8 એકંદર 86
  • OBC - 7 અને 77
  • SC/ST/PwD - 4 અને 43
  • પ્રિપેરેટરી કોર્સ - 2 અને 22

મોટાભાગના ઉમેદવારો હૈદરાબાદ ઝોનમાંથી એટલે કે 10,432 ઉમેદવારો ક્વોલિફાય થયા છે . ટોચના 500નું ઝોન મુજબનું વિભાજન આ રહ્યું:

Advertisment
  • IIT હૈદરાબાદ- 174
  • દિલ્હી 120
  • બોમ્બે 100
  • રૂરકી 46
  • ખડગપુર 37
  • કાનપુર 16
  • ગુવાહાટી 4

આ વર્ષે નેગેટિવ માર્કિંગની ટકાવારી ઓછી છે. વધુમાં દંડ વિના વધુ પ્રશ્નો હતા જેણે વિદ્યાર્થીઓને પ્રયાસ કરવાનો આત્મવિશ્વાસ આપ્યો.

JEE એડવાન્સ્ડ 2023 4 જૂને હાથ ધરવામાં આવ્યું હતું. ઉમેદવારોની પ્રતિભાવ પત્રકો 9 જૂનથી ઉપલબ્ધ હતી અને પ્રોવિઝનલ આન્સર કી 11 જૂને રિલીઝ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને 12 જૂનના સાંજે 5 વાગ્યા સુધી વાંધો ઉઠાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

જેમ જેમ પરિણામો જાહેર થઈ ગયા છે, લાયકાત ધરાવતા ઉમેદવારોએ હવે IIT, NIT, IIIT અને વધુમાં પ્રવેશ માટે જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી કાઉન્સિલિંગમાં હાજરી આપવી પડશે. કુલ 118 સંસ્થાઓ છે જેના માટે JoSAA દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

પરીક્ષા ટ્રેન્ડિંગ ન્યૂઝ કરિયર