/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bse-sensex-share-market-23.jpg)
ભારતની આઇઆઇટી મદ્રાસ અને તાન્ઝાનિયા સરકાર વચ્ચે એમઓયુ થયા. (Image credit: IIT Madras)
IIT Madras first global campus in Zanzibar : ભારતમાં ટેકનિકલ અભ્યાસ કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઇઆઇટી (IIT) મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થા મનાય છે. ભારતની બહાર એક આઇઆઇટી કેમ્પસ શરૂ થવા જઇ રહ્યુ છે. મદ્રાસ આઇઆઇટી ભારતની બહાર આફ્રિકાના તાન્ઝાનિયામાં પહેલુ ફોરેન આઇઆઇટી કેમ્પસ શરૂ કરી રહ્યુ છે. તેની માટે શિક્ષણ મંત્રાલય, મદ્રાસ આઇઆટી અને તાન્ઝાનિયા - ઝાંઝીબાર મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેડિંગ વચ્ચે 5 જુલાઇના રોજ એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. આ પ્રસંગ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ઝાંઝીબારના રાષ્ટ્રપતિ હુસૈન અલી મ્વિન્યી ઉપસ્થિર રહ્યા હતા. નોંધનિય છે કે જંજીબાર તાન્ઝાનિયાનું સેમી ઓટોનોમસ પ્રોવિંસ છે.
આ IITમાં ક્યારથી અભ્યાસક્રમ શરૂ થશે
મદ્રાસ આઇઆઇટી તાન્ઝાનિયામાં તેનું આઇઆઇટી કેમ્પસ શરૂ કરી રહી છે. ત્યાં ઓક્ટોબર 2023થી અભ્યાસ શરૂ થશે અને પ્રથમ બેન્ચમાં 50 અંડર ગ્રેજ્યુએટ અને 20 માસ્ટર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે. એક પ્રેસ રિલિઝ અનુસાર વિદ્યાર્થીઓનું સિલેક્શન, શૈક્ષણિક કાર્યક્રમો, શૈક્ષણિક અભ્યાસક્રમ અને શૈક્ષણિક વિવરણની કામગીરી મદ્રાસ આઇઆઇટી સંભાળશે જ્યારે તેના સંચાલનનો સંપૂર્ણ ખર્ચ ઝાંઝીબાર - તાન્ઝાનિયા સરકાર ઉઠાવશે.
આઇઆઇટીમાં ભારતીય વિદ્યાર્થી ભણી શકશે?
IIT મદ્રાસ ઝાંઝીબાર કેમ્પસમાંથી ચાર અંડરગ્રેજ્યુએટ અને પાંચ અનુસ્નાતક કાર્યક્રમો શરૂ કરે તેવી અપેક્ષા છે. તાન્ઝાનિયામાં શરૂ થનાર આઇઆઇટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને આઇઆઇટી મદ્રાસની ડિગ્રી મળશે. અહીંયા અભ્યાસ કરવા માટે આફ્રિકા સહિત અન્ય દેશોની સાથે સાથે ભારતીય વિદ્યાર્થીઓને પણ અરજી કરવાની તક મળશે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની અગાઉની મુલાકાતમાં આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ જણાવ્યું હતું કે, આઈઆઈટી તાન્ઝાનિયા આઈઆઈટી મદ્રાસની એક બ્રાન્ચ હશે . “વિદેશમાં કેમ્પસ સ્થાપવા માટેના અમારા માપદંડોમાં દેશમાં IITની માંગ, યજમાન સરકાર તરફથી ટેકો અને પ્રતિભાશાળી ઉમેદવારોને વિકસિત કરતી મજબૂત શાળા શિક્ષણ પ્રણાલીનો સમાવેશ થાય છે. તાન્ઝાનિયા અસાધારણ શિક્ષણ પ્રણાલી અને ઉત્કૃષ્ટ ઉમેદવારોને આકર્ષવાની સંભાવના સાથે ત્રણેય જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અમારું માનવું છે કે, IIT તાંઝાનિયા સમગ્ર આફ્રિકામાંથી વિદ્યાર્થીઓને આકર્ષિત કરશે.”
અભ્યાસ ક્રમો વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "આ આઇઆઇટી કેમ્પસ એનર્જી સિસ્ટમ્સ અને સાયબર-ફિઝિકલ સિસ્ટમ્સમાં એમ. ટેક પ્રોગ્રામ્સ સાથે ડેટા સાયન્સ અને એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) માં બેચલર ઑફ સાયન્સ (BSc) ડિગ્રી ઓફર કરશે."
તાંઝાનિયા ઉપરાંત હવે IIT દિલ્હી અને IIT ખડગપુરના વધુ બે ગ્લોબલ કેમ્પસ અબુ ધાબી અને કુઆલાલંપુરમાં શરૂ થવા જઇ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us