/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/IT-department-recruitment.jpg)
આવક વેરા વિભાગ ભરતી
Income tax recruitment 2023, Gujarat IT bharti 2023, last date, online apply : આવકવેરા વિભાગ ગુજરાતમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે છેલ્લી સુવર્ણ તક છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વિવિધ 59 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આવક વેરા વિભાગમાં સ્પોટ્સ ક્વોટામાં આઈટી ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, એમટીએસની ભરતી માટે અરજી કરવાની કાલે એટલે કે 15 ઓક્ટોબર 2023 છેલ્લી તારીખ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરી શકે છે.
Income tax Recruitment 2023 | ઇન્કમ ટેક્સ વિભાગ ભરતી : મહત્વની માહિતી
| સંસ્થા | આવકવેરા વિભાગ (IT bharti) |
| પોસ્ટનું નામ | IT ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS |
| ખાલી જગ્યાઓ | 59 |
| જોબ લોકેશન | ભારત |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 1-10-2023 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15-10-2023 |
| અરજી મોડ | ઓનલાઇન |
| ક્યાં અરજી કરવી | https://incometaxgujarat.gov.in |
Income tax bharti 2023 | આવક વેરા વિભાગ ભરતી : પોસ્ટ્સની વિગતો
| પોસ્ટ | ખાલી સંખ્યા |
| ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર | 02 |
| ટેક્સ સાસિસ્ટન્ટ | 26 |
| મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | 31 |
Income tax bharti 2023 | આવક વેરા વિભાગ ભરતી : સ્પોર્ટ્સ ક્વોટાની વિગત
| ગેમ્સ | પુરુષ | મહિલા | કુલ |
| એથલિસ્ટ | 4 | 4 | 8 |
| બેડમિન્ટન | 1 | 2 | 3 |
| બાસ્કેટ બોલ | 5 | 0 | 5 |
| ક્રિકેટ | 6 | 0 | 6 |
| ફૂટબોલ | 6 | 0 | 6 |
| ગોલ્ફ | 1 | 0 | 1 |
| જીન્માસ્ટીક્સ | 1 | 1 | 2 |
| હોકી | 5 | 0 | 5 |
| કબડ્ડી | 3 | 0 | 3 |
| શૂટિંગ | 1 | 1 | 2 |
| સ્વોશ | 1 | 1 | 2 |
| સ્વિમિંગ | 1 | 2 | 3 |
| ટેબલ ટેનિસ | 2 | 1 | 3 |
| ટેનિસ | 2 | 1 | 3 |
| વોલિબોલ | 5 | 0 | 5 |
| યોગાસન | 1 | 1 | 2 |
| કુલ | 46 | 13 | 59 |
Income tax Jobs 2023 | આવક વેરા વિભાગ ભરતી, શૈક્ષણિક લાયકાત
- આવકવેરા નિરીક્ષક 2 સ્નાતક
- કર સહાયક 26 સ્નાતક + ટાઇપિંગ
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) 31 10મું પાસ
Income tax vacancy 2023 | આવક વેરા વિભાગ ભરતી, ઉંમર મર્યાદા
ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે વય મર્યાદા 18-30 વર્ષ છે જ્યારે ટેક્સ આસિસ્ટન્ટ અને MTS માટે વય મર્યાદા 18-27 વર્ષ છે. ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 1.8.2023 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. દરેક પ્રકારની પોસ્ટ માટે રમતગમતની પાત્રતા જરૂરી છે.
Income tax placement 2023 | આવક વેરા વિભાગ ભરતી, નોટિફિકેશન
લાયક ઉમેદવારોએ આવકવેરા વિભાગ, ગુજરાત IT નિરીક્ષક, કર સહાયક, MTS ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી એ અંગે નોટિફિકેશન વાંચો
Income tax Recruitment 2023 | ઇન્કમ ટેક્સ વિભાગ ભરતી, અરજી ફી
આવકવેરા ગુજરાત સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2023 માટે અરજી કરવા માટે કોઈ અરજી ફી ચૂકવવાની જરૂર નથી. આવકવેરા ગુજરાત સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2023ની સૂચના 30 સપ્ટેમ્બર-6 ઓક્ટોબર 2023ના રોજગાર અખબારમાં પ્રકાશિત કરવામાં આવી છે.
Income tax Recruitment 2023 | ઇન્કમ ટેક્સ વિભાગ ભરતી, પસંદગી પ્રક્રિયા
- આવકવેરા ગુજરાત સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- સ્પોર્ટ્સ ટ્રાયલ/શારીરિક કસોટી
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
Income tax Recruitment 2023 | ઇન્કમ ટેક્સ વિભાગ ભરતી, કેવી રીતે અરજી કરવી ?
આવક વેરા વિભાગ ગુજરાત સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતીમાં નોકરી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન વાંચીને સંસ્થાની ઓનલાઇન વેબસાઇટ ઉપર અરજી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us