Income tax Recruitment 2025: આ ઉમેદવારો માટે ઈન્કમ ટેક્સ વિભાગમાં સરકારી નોકરીઓ મેળવવાની તક, ₹80000 સુધી પગાર

Income tax Recruitment 2025 : ઈન્કમ ટેક્સ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્ત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

Written by Ankit Patel
April 03, 2025 08:16 IST
Income tax Recruitment 2025: આ ઉમેદવારો માટે ઈન્કમ ટેક્સ વિભાગમાં સરકારી નોકરીઓ મેળવવાની તક, ₹80000 સુધી પગાર
ઈન્કમ ટેક્સ ભરતી, સ્પોર્ટ્સ ક્વોટા નોકરી - photo - Social media

Income Tax Recruitment 2025, ઇન્કમ ટેક્સ ભરતી : રમતગમતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યા બાદ સરકારી નોકરીની શોધમાં રહેલા ખેલાડીઓને આવકવેરા વિભાગ એક મોટી તક આપી રહ્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગે સ્પોર્ટ્સપર્સન માટે સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઈન્કમ ટેક્સ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્ત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

ઇન્કમ ટેક્સ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાઆવકવેરા વિભાગ (Income Tax)
પોસ્ટસ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS
જગ્યા56
વય મર્યાદા18 વર્ષથી 27 વર્ષ
ક્વોટાસ્પોટ્સ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ5-4-2025
ક્યાં અરજી કરવીwww.incometaxhyderabad.gov.in

પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
સ્ટેનોગ્રાફર ગ્રેડ-22
ટેક્સ આસિસ્ટન્ટ28
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ(MTS)26
કુલ56

કઈ રમત માટે કેટલી જગ્યા

આ ભરતી બેડમિન્ટન, બાસ્કેટબોલ, ચેસ, બોડી બિલ્ડિંગ, ફૂટબોલ, કબડ્ડી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેનિસ, ક્રિકેટ સહિત કુલ 17 રમતો માટે છે.

રમતપુરુષમહિલા
એથલેટિક્સ33
બેડમિન્ટન22
બિલિયાર્ડ એન્ડ સ્નૂકર્સ10
બાસકેટબોલ40
બોડી બિલ્ડિંગ10
બ્રીઝ11
કેરમ11
ચેસ11
ક્રિકેટ40
ફૂટબોલ40
હોકી40
કબડ્ડી40
સ્ક્વોશ11
સ્વિમિંગ22
ટેનિસ22
ટેબલ ટેનિસ22
વોલિબોલ40
કુલ4115

ઇન્કમ ટેક્સ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સ્ટેનોગ્રાફર ગ્રેડ II માટે 12મું પાસ અથવા તેની સમકક્ષ લાયકાત અરજી કરી શકે છે.
  • કર સહાયક (TA) માટે સ્નાતકો
  • MTS માટે 10મા પાસ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.

શૈક્ષણિક લાયકાતની સાથે અરજદારો પાસે રમતગમતને લગતી વિશેષ લાયકાત પણ હોવી જોઈએ. ઇન્ટરનેશનલ, નેશનલ, ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ, નેશનલ/સ્પોર્ટ/ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ/ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ/ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ/ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લેવો આવશ્યક છે.

પગાર

પોસ્ટપગાર(રૂપિયામાં પ્રતિ માસ)
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (સ્ટેનો)25,500-81,100
કર સહાયક (TA)25,500-81,100
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS)18,000-56,900

વય મર્યાદા

સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે 18 થી 27 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે 18 થી 25 વર્ષની વયના ઉમેદવારો મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે અરજી કરી શકે છે. સામાન્ય/ઓબીસી ઉમેદવારોને ઉપરની ઉંમરમાં 5 વર્ષની છૂટ મળશે. જ્યારે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને નિયમો મુજબ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

નોટિફિકેશન

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

કેવી રીતે અરજી કરવી?

  • આવક વેરા વિભાગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ www.incometaxhyderabad.gov.in પર જવું.
  • અહીં રિક્રૂટમેન્ટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
  • ઉમેદવારોએ 5-4-2025 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ