Bank Bharti 2026: સરકારી બેંકમાં ડેપ્યુટી મેનેજર બનવાની સુવર્ણ તક, ₹85,000 સુધી પગાર, શું લાયકાત જરૂરી?

india exim bank recruitment 2026 : ઇન્ડિયા એક્ઝિમ બેંક ભરતી 2026 અંતર્ગત ડેપ્યુટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

india exim bank recruitment 2026 : ઇન્ડિયા એક્ઝિમ બેંક ભરતી 2026 અંતર્ગત ડેપ્યુટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
government bank bharti

સરકારી બેંક ભરતી Photograph: (freepik)

India Exim bank bharti 2026: જો તમે બેંકમાં ઉચ્ચ સ્તરની નોકરી ઇચ્છતા હો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે.  ઇન્ડિયા એક્ઝિમ બેંક દ્વારા  તાજેતરમાં ડેપ્યુટી મેનેજર પદની કુલ 20 પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.  IBPS આ પદ માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારી રહ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વેબસાઇટ ibpsreg.ibps.in પર અરજી કરી શકે છે.  

Advertisment

ઇન્ડિયા એક્ઝિમ બેંક ભરતી 2026 અંતર્ગત ડેપ્યુટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

સરકારી બેંક ભરતીની મહત્વની માહિતી

સંસ્થાઈન્ડિયા એક્ઝિમ બેંક
પોસ્ટડેપ્યુટી મેનેજર (DM) (બેંકિંગ ઓપરેશન્સ)
જગ્યા20
વય મર્યાદા21થી 28
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 ફેબ્રુઆરી, 2026
ક્યાં અરજી કરવીibpsreg.ibps.in
બેંકની સત્તાવાર વેબસાઈટwww.eximbankindia.in

ઇન્ડિયા એક્ઝિમ બેંક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
UR10
SC3
ST1
OBC5
EWS1
કુલ20

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછા 3 વર્ષ માટે પૂર્ણ-સમયના સ્નાતક અભ્યાસક્રમમાં ઓછામાં ઓછા 60% ગુણ.
  • (MBA/PGDBA/PGDBM/MMS) ફાઇનાન્સ/આંતરરાષ્ટ્રીય વ્યાપાર/વિદેશી વેપારમાં અનુસ્નાતક ડિગ્રી જરૂરી છે.
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) પણ પાત્ર છે.
  • અનુસ્નાતક અભ્યાસક્રમનો સમયગાળો ઓછામાં ઓછો 2 વર્ષનો હોવો જોઈએ.
Advertisment

અનુભવ

શૈક્ષણિક લાયકાત ઉપરાંત ઉમેદવારો પાસે પ્રતિષ્ઠિત વાણિજ્યિક બેંક/નાણાકીય સંસ્થા/રાજ્ય-સ્તરની સંસ્થા વગેરેમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી ઓછી અથવા 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા 31 ડિસેમ્બર, 2025 થી ગણવામાં આવશે. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

પગાર

EXIM બેંક ડેપ્યુટી મેનેજર ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને  ₹48480-₹85920 સુધી અન્ય ભથ્થાં સાથે પગાર મળવા પાત્ર રેહશે.

ભરતી નોટિફિકેશન

એક્ઝિમ બેંક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ, ibpsreg.ibps.in ની મુલાકાત લેવી
  • અહીં તમને એક્ઝિમ બેંક ડેપ્યુટી મેનેજર ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક મળશે.
  • જો તમે વેબસાઇટ પર નવા છો, તો તમારે નવી નોંધણી માટે અહીં ક્લિક કરો લિંક પર જવું પડશે.
  • તમારું નામ, સંપર્ક વિગતો અને ઇમેઇલ આઈડી દાખલ કરીને અહીં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.

આ પણ વાંચોઃ- GDS bharti 2026: દેશભરમાં ધો.10 પાસ માટે ટપાલ વિભાગમાં બમ્પર ભરતી, જાણો ગુજરાતમાં કેટલી જગ્યાઓ ભરાશે?

  • રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા પછી, તમારા નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગ ઇન કરો.
  • હવે શૈક્ષણિક લાયકાત, સરનામું અને અનુભવ સહિત તમારી બધી વ્યક્તિગત વિગતો ભરો.
  • બધી ​​વિગતો ભર્યા પછી, તમારી શ્રેણી અનુસાર અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો અને તેને સુરક્ષિત રાખો.
  • એક્ઝિમ બેંકની આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
ભરતી સરકારી નોકરી બેંક નોકરી નોકરી કરિયર