India Post GDS Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટમાં નોકરીની તક, અહીં વાંચો પગાર, ઉંમર સહિત તમામ માહિતી

India Post GDS Recruitment 2025 (ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2025): ઇન્ડિયા પોસ્ટ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, અરજ કરવાનું સરનામું, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

India Post GDS Recruitment 2025 (ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2025): ઇન્ડિયા પોસ્ટ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, અરજ કરવાનું સરનામું, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
india post recruitment

ઇન્ડિયા પોસ્ટ ભરતી - photo - facebook

India Post GDS Recruitment 2025, ઇન્ડિયા પોસ્ટ ભરતી : સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભારતીય ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે.ઇન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2025 હેઠળ પોસ્ટમાસ્ટર (બીપીએમ), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (એબીપીએમ), ડાક સેવકોની જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેઓ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in જઇને અને અહીં આપવામાં આવેલી સીધી લિંક અને એપ્લિકેશન પ્રક્રિયાને અનુસરીને અરજી કરી શકે છે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, અરજ કરવાનું સરનામું, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ક્યાં સુધી અરજી કરી શકશો?

પોસ્ટ જીડીએસ ભરતી 2025 માટેની પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા 10 ફેબ્રુઆરી, 2025 થી શરૂ થઈ ચૂકી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ, 2025 છે. અરજી ફોર્મમાં સુધારો કરવા માટે 6 થી 8 માર્ચ સુધી કરેક્શન વિંડો ખોલવામાં આવશે.

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2025 યોગ્યતા

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2025 માટેની પાત્રતાના માપદંડ નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત - ઇન્ડિયા પોસ્ટ જીડીએસ 2025 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ભારતમાં સરકાર /રાજ્ય સરકાર / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોઈપણ માન્ય શાળા શિક્ષણ બોર્ડ દ્વારા ગણિત અને અંગ્રેજીમાં પાસિંગ માર્ક્સ સાથે 10 માં ધોરણની માધ્યમિક શાળા પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

આ પણ વાંચો - ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ જજ બનવાની તક, જાણો બધી જ માહિતી

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી વયમર્યાદા

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ 2025 માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

પગાર

પસંદ થયેલા ઉમેદવારોમાં પોસ્ટમાસ્ટર (BPM)માં 12,000 થી 29,380 રૂપિયા સુધી. જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકને રૂપિયા 10,000 થી 24,470 સુધી મળશે.

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી એપ્લિકેશન ફી

સામાન્ય વર્ગ માટે અરજી ફી 100 રૂપિયા છે. જ્યારે મહિલાઓ, એસસી/એસટી, પીડબ્લ્યુડી અને ટ્રાન્સવુમન ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. ઉમેદવારોએ ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ દ્વારા ઓનલાઇન અરજી ફી ચૂકવવાની રહેશે.

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી પસંદગી પ્રક્રિયા

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ 2025ની પસંદગી પ્રક્રિયામાં મેરિટ લિસ્ટ માન્યતા પ્રાપ્ત બોર્ડની 10 માં ધોરણની માધ્યમિક શાળાની પરીક્ષામાં મેળવેલા ગુણ /ગ્રેડ/ ગુણને ગુણમાં રૂપાંતરિત કરવાના આધારે 4 દશાંશની ચોકસાઈ સાથે ટકાવારીમાં તૈયાર કરવામાં આવશે. આ પછી જીડીએસ ઓનલાઇન પોર્ટલ પર એપોઇન્ટમેન્ટ માટે પસંદ કરાયેલા અરજદારોની સૂચિ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા પછી પસંદ કરેલા ઉમેદવારોને એસએમએસ દ્વારા પરિણામ અને શારીરિક ચકાસણીની તારીખો વિશે માહિતગાર કરવામાં આવશે.

Advertisment
કરિયર નોકરી ભરતી સરકારી નોકરી