ઇન્ડિયા પોસ્ટ ભરતી : ગુજરાતમાં ધોરણ 10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરીની ઉત્તમ તક, અહીં વાંચો પગાર, ઉંમર સહિત બધી માહિતી

India Post GDS Recruitment, ઇન્ડિયા પોસ્ટ ભરતી : ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ ચોક્કસ વાંચવો.

Written by Ankit Patel
July 17, 2024 10:50 IST
ઇન્ડિયા પોસ્ટ ભરતી : ગુજરાતમાં ધોરણ 10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરીની ઉત્તમ તક, અહીં વાંચો પગાર, ઉંમર સહિત બધી માહિતી
ઇન્ડિયા પોસ્ટ ભરતી photo - X @IndiaPostOffice

India Post GDS Recruitment, ઇન્ડિયા પોસ્ટ ભરતી : સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભારતીય ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઇન્ડિયા પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર (BPM) અને મદદનીશ શાખા પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતીય ટપાલ વિભાગે 44228 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ, indiapostgdsonline.gov.in પર અરજી કરી શકે છે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ. ઇન્ડિયા પોસ્ટ ભરતી ગ્રામીણ ડાક સેવક માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ 5 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી અંગે અગત્યની માહિતી

સંસ્થાઇન્ડિયા પોસ્ટ વિભાગ
પોસ્ટવિવિધ
જગ્યા44228
વય મર્યાદા18થી 32 વર્ષ વચ્ચે
ગુજરાતમાં ક્યાં કેટલી જગ્યાhttps://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D06.aspx
અરજી કરવાની છેલ્લી તારીખ5 ઓગસ્ટ 2024

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ભારતીય ટપાલ વિભાગે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. પોસ્ટવિભાગે ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર (BPM) અને મદદનીશ શાખા પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકની ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે માન્યતાપ્રાપ્ત શાળા શિક્ષણ બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે અરજી કરી શકે છે. કોમ્પ્યુટર ઓપરેટ કરવાની સાથે સાયકલ કેવી રીતે ચલાવવી તે પણ જાણવું જોઈએ.

ઇન્ડિયા પોસ્ટ ભરતી, ક્યાં કેટલી જગ્યાઓ ખાલી

પોસ્ટ ઓફિસ GDS ભરતી અંતર્ગત દેશભરના 23 વર્તુળોમાં 44228 ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યાઓ ભરવાની છે. આ ભરતી રાજ્યવાર કરવામાં આવી છે, આમાં પોસ્ટની સંખ્યા પણ અલગ અલગ રાજ્ય મુજબ રાખવામાં આવી છે. કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ખાલી છે એની માહિતી નીચેના કોષ્ટકમાં આપી છે.

વર્તુળનું નામભાષાનું નામજગ્યા
આંધ્ર પ્રદેશતેલુગુ1355
આસામઆસામી/આસોમિયા746
આસામબંગાળી/બાંગ્લા123
આસામબોડો25
આસામઅંગ્રેજી/હિન્દી2
બિહારહિન્દી2558
છત્તીસગઢહિન્દી1338
દિલ્હીહિન્દી22
ગુજરાતગુજરાતી2034
હરિયાણાહિન્દી241
હિમાચલ પ્રદેશહિન્દી708
જમ્મુ કાશ્મીરહિન્દી/ઉર્દુ442
ઝારખંડહિન્દી2104
કર્ણાટકકન્નડ1940
કેરળમલયાલમ2433
મધ્યપ્રદેશહિન્દી4011
મહારાષ્ટ્રકોંકણી/મરાઠી87
મહારાષ્ટ્રમરાઠી3083
ઉત્તર પૂર્વીયબંગાળી/કાક બરાક184
ઉત્તર પૂર્વીયઅંગ્રેજી/ગારો/હિન્દી336
ઉત્તર પૂર્વીયઅંગ્રેજી/હિન્દી1158
ઉત્તર પૂર્વીયઅંગ્રેજી/હિન્દી/ખાસી347
ઉત્તર પૂર્વીયઅંગ્રેજી/મણિપુરી48
ઉત્તર પૂર્વીયમિઝો182
ઓડિશાઉડિયા2477
પંજાબઅંગ્રેજી/હિન્દી4
પંજાબઅંગ્રેજી/હિન્દી/પંજાબી116
પંજાબઅંગ્રેજી/પંજાબી2
પંજાબપંજાબી265
રાજસ્થાનહિન્દી2718
તમિલનાડુતમિલ3789
ઉત્તર પ્રદેશહિન્દી4588
ઉત્તરાખંડહિન્દી1238
પશ્ચિમ બંગાળબંગાળી2440
પશ્ચિમ બંગાળબંગાળી/નેપાળી21
પશ્ચિમ બંગાળભૂટિયા/અંગ્રેજી/લેપચા/નેપાળી35
પશ્ચિમ બંગાળઅંગ્રેજી/હિન્દી46
પશ્ચિમ બંગાળનેપાળી1
તેલંગાણાતેલુગુ454

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે વય મર્યાદા

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 32 વર્ષ હોવી જોઈએ. આમાં 5મી ઓગસ્ટ 2024ને આધાર તરીકે ધ્યાનમાં લઈને ઉંમરની ગણતરી કરવામાં આવશે. સરકારના નિયમો મુજબ તમામ આરક્ષિત વર્ગોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પગાર ધોરણ

ભારતીય ટપાલ વિભાગ યોગ્યતાના આધારે ઉમેદવારોની પસંદગી કરશે. ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટેનો પગાર દર મહિને રૂ. 10,000 થી રૂ. 29,380 સુધીનો હશે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ઉમેદવારોની પસંદગી 10મા ધોરણમાં મેળવેલા ગુણના મેરિટના આધારે કરવામાં આવશે. આ મેરિટ રાજ્યવાર અથવા વર્તુળ મુજબ તૈયાર કરવામાં આવશે. આ પછી ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે અરજી ફી

GDS ભરતી માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, PWD અને મહિલાઓ માટે અરજી મફત છે. અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે નોટિફિકેશન

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આ પણ વાંચો

ઉમેદવારોને ખાસ સુચન આપવામાં આવે છે કે ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક ભરતી માટે અરજી કરતા પહેલા આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અન્ય ત્યારબાદ જ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ