ઇન્ડિયા પોસ્ટ ભરતી : ધો.10 પાસ ઉમેદવારોને પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની તક, વાંચો બધી માહિતી

India post Recruitment 2025 : ઇન્ડિયા પોસ્ટ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, અરજ કરવાનું સરનામું, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

India post Recruitment 2025 : ઇન્ડિયા પોસ્ટ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, અરજ કરવાનું સરનામું, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
india post recruitment

ઇન્ડિયા પોસ્ટ ભરતી - photo - facebook

India Post Recruitment 2025, ઇન્ડિયા પોસ્ટ ભરતી : ધોરણ 10 પાસ ઉમેવારો નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ભારતીય પોસ્ટમાં પરીક્ષા વગર નોંકરી મેળવવાની સુવર્ણ તક છે. ઇન્ડિયા પોસ્ટે સ્ટાફ કાર ડ્રાઈવની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કુલ 25 ડ્રાઈવરોની નિમણૂંક કરવા માટે ભારતીય પોસ્ટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, અરજ કરવાનું સરનામું, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ઇન્ડિયા પોસ્ટ ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાઇન્ડિયા પોસ્ટ
પોસ્ટડ્રાઈવર
જગ્યા25
એપ્લિકેશન મોડઓફલાઈન
વય મર્યાદા56 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ8 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીનીચે દર્શાવવામાં આવ્યું છે
સંસ્થાની વેબસાઈટindiapost.gov.in

ઇન્ડિયા પોસ્ટ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

ઝોનજગ્યા
સેન્ટ્રલ ઝોન1
MMS, ચેન્નાઈ15
દક્ષિણ પ્રદેશ4
પશ્ચિમ ક્ષેત્ર5
કુલ25

શૈક્ષણિક લાયકાત

  • ભારતીય પોસ્ટની આ જગ્યાઓ માટે અરજી કરવાનું ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • ઉપરાંત હળવા અને ભારે મોટર વાહનો માટે એક માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.
  • આ સિવાય મોટર મિકેનિકનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

ભારતીય પોસ્ટની આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 56 વર્ષની હોવી જોઈએ. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.

પગાર

ભારતીય પોસ્ટમાં કોઈપણ ઉમેદવારની પસંદગી થાય છે, તેને પગાર તરીકે દર મહિને 19900 રૂપિયા ચૂકવવા પાત્ર બનશે.

અરજી ક્યાં કરવી?

ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથેની અરજી આપેલા સરનામા પર તારીખ 8 ફેબ્રુઆરી 2025 સાંજના પાંચ વાગ્યા પહેલા મળી જાય એ રીતે મોકલવાની રહેશે.

સરનામું

સીનિયર મેનેજર, મેઈલ મોટર સર્વિસ
નંબર 37, ગ્રીમ્સ રોડ, ચેન્નઈ - 600006

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છે કે ઈન્ડિયા પોસ્ટ ઉપર અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી