અમદાવાદ નોકરીઓઃ ધો.10 પાસ ઉમેદવારો માટે ટપાલ વિભાગમાં ડ્રાઈવરની નોકરીઓ, જાણો કેટલો મળશે પગાર?

Ahmedabad india post Bharti : અમદાવાદ ટપાલ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ahmedabad india post Bharti : અમદાવાદ ટપાલ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
Ahmedabad post bharti

અમદાવાદમાં ડ્રાઈવરની નોકરીઓ Photograph: (freepik)

India Post Recruitment 2025: જે લોકો ડ્રાઇવિંગનો શોખ ધરાવે છે અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે પોસ્ટલ વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે.. ભારત સરકારના સંચાર મંત્રાલયે રોજગાર સમાચારમાં પોસ્ટલ વિભાગમાં આ નવી ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. સ્ટાફ કાર ડ્રાઇવરની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ www.indiapost.gov.in દ્વારા અરજી કરી શકે છે.

Advertisment

ટપાલ વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

પોસ્ટલ વિભાગ ડ્રાઇવર ભરતી 2025ની મહત્વની માહિતી 

સંસ્થાભારતીય પોસ્ટલ વિભાગ (અમદાવાદ)
પોસ્ટસ્ટાફ કાર ડ્રાઇવર (સામાન્ય ગ્રેડ)
સંખ્યા48
નોકરીનું સ્થળઅમદાવાદ
વય મર્યાદા18થી 27 વર્ષ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ19 જાન્યુઆરી 2026
સત્તાવાર વેબસાઇટwww.indiapost.gov.in
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે

પોસ્ટ વિભાગ ભરતી માટે પદની વિગતો

આ સ્ટાફ કાર ડ્રાઇવરની ખાલી જગ્યાઓ સિનિયર મેનેજર, મેઇલ મોટર સર્વિસ, અમદાવાદ માટે છે. ટપાલ વિભાગમાં સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે.

Advertisment
કેટેગરીજગ્યા
UR30
EWS4
SC1
ST2
OBC11
કુલ48

ટપાલ વિભાગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • અરજદારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. 
  • તેમની પાસે હળવા અને ભારે મોટર વાહનો માટે માન્ય લાઇસન્સ અને મોટર વાહનોનું જ્ઞાન પણ હોવું જોઈએ. 
  • તેમની પાસે 3 વર્ષનો કાર્ય અનુભવ પણ હોવો જોઈએ.

પગાર

અમદાવાદ પોસ્ટ ઓફિસ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને લેવલ-2 પ્રમાણે પ્રતિ માસ ₹19,900 પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ. જો કે, અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

કેવી રીતે અરજી કરવી?

  • આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ www.indiapost.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • આ પછી, બધી માહિતી હાથથી ભરવાની રહેશે.
  • તમારું નામ, પિતાનું નામ, જન્મ તારીખ, સરનામું, શ્રેણી, ગુણ અને અન્ય બધી વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
  • નિયુક્ત વિસ્તારમાં ફોટો લગાવો, બધા જરૂરી દસ્તાવેજો જોડો અને સ્પીડ પોસ્ટ/રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી ફોર્મ પોસ્ટલ વિભાગના સાચા સરનામા પર મોકલો.

નોટિફિકેશન

અરજી કરવાનું સરનામું

સિનિયર મેનેજરનું કાર્યાલય
મેઇલ મોટર સર્વિસ, GPO કમ્પાઉન્ડ, મિર્ઝાપુર, અમદાવાદ 380001

આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકે છે.

અમદાવાદ ભરતી નોકરી કરિયર