scorecardresearch

અગ્નિવીરો માટે એર ફોર્સમાં નોકરીની સુવર્ણ તક, જાણો અરજી કરવા સહિતની તમામ વિગતો

Indian Air Force Agniveers Recruitment :- ભારતીય વાયુસેના (Indian Air Force)માં હાલ પુરૂષ અગ્રિવીરોવાયું (Agniveers)ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આગામી વર્ષથી મહિલા અગ્નિવીરોને પણ સામેલ કરવાની યોજના છે.

અગ્નિવીરો માટે એર ફોર્સમાં નોકરીની સુવર્ણ તક, જાણો અરજી કરવા સહિતની તમામ વિગતો

અગ્નિવીરોવાયુ માટે ભારતીય વાયુસેનામાં નોકરી મેળવવા માટે એકવાર ફરી સોનેરી તક આવી છે. ભારતીય વાયુસેનાએ નવા એરમેન માટે ભરતીની તારીખો જાહેર કરી છે.

ઇન્ડિયન એર ફોર્સ દ્વારા અગ્નિવીર 2022ની ભરતી થઇ ગઇ છે. હવે 2023 માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત એરફોર્સે હાઉસ કીપિંગ અને હોસ્પિટાલિટી સ્ટ્રીમમાં ભરતી નીકળી છે. જો કે, આ ભરતીઓ હેઠળ કેટલાં અગ્નિવીરોની નિમણુંક કરવામાં આવી છે તે અંગે એરફોર્સે કોઈ માહિતી આપી નથી. આ ભરતી હેઠળ હોસ્પિટાલિટી સ્ટ્રીમ હેઠળ, કૂક અને મેસ વેઈટરની ભરતી કરવામાં આવશે, તો હાઉસકીપિંગ સ્ટ્રીમ હેઠળ સફાઈવાળા, વોશર અપ, વોશર કેરિયર, વાળંદ, મોચી, દરજી, ચોકીદાર અને વોશરમેનના પદો માટે ભરતી નીકળી છે.

ધોરણ 10 પાસ પણ કરી શકશે અરજી :-

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરો માટે નીકળેલી આ ભરતીમાં ધોરણ 10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજદાર એક વખતમાં માત્ર એક રદ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્ટ્રીમ પ્રોફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે. કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી મેટ્રિક અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો જ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

માત્ર અપરિણીત પુરૂષ ઉમેદવારો પર લાયક :-

આ ભરતી માટે અરજદારની ઉંમર 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ પદો માટે માત્ર અપરિણીત પુરૂષ ઉમેદવારો જ અરજી કરી શકે છે. તાજેતરમાં, ભારતીય વાયુસેનાએ ફરી એકવાર અગ્નિવીરોની ભરતીની જાહેરાત કરી. વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. નવી ભરતી માટે નોંધણી પ્રક્રિયા નવેમ્બર 2022 ના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે અને તે માટેની પરીક્ષા જાન્યુઆરી 2023માં યોજવામાં આવશે.

વાયુસેનાએ 12 ઓક્ટોબરે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વિટ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ ભરતી અંગેની સંપૂર્ણ સૂચના સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ માટેની નોંધણી નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવશે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

મહિલા અગ્નિવીરોને પણ સામેલ કરાશેઃ-

અગાઉ 8 ઓક્ટોબર, 2022ના રોજ એરફોર્સ-ડે નિમિત્ત ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં 3000 અગ્નિવીર વાયુને પ્રારંભિક તાલીમ માટે સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે આવતા વર્ષથી મહિલા અગ્નિવીરોને પણ સામેલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

Web Title: Indian air force agniveers recruitment know full details here

Best of Express