Indian Army Recruitment 2023 : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ માટે ભરતી, જાણો માહિતી

Indian army tgc recruitment : ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ માટે ભરતી બહાર પાડી છે. ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ જુલાઈ 2024 ની 139 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે.

Indian army tgc recruitment : ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ માટે ભરતી બહાર પાડી છે. ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ જુલાઈ 2024 ની 139 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Indian Army TGC | Indian Army recruitment | bharatiya sena | Google news

ભારતીય સેનામાં ભરતી

Indian Army TGC recruitment 2023, notification, online apply : ભારતીય સેનામાં નોકરી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ માટે ભરતી બહાર પાડી છે. ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ જુલાઈ 2024 ની 139 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત જાહેરાત અથવા સત્તાવાર વેબસાઈટ indianarmy.nic.inની મુલાકાત લઈ શકે છે. રસ ધરાવતા ઉમેદવારો માટે મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી એ અંગે માહતી આપવામાં આવી છે. આ ભરતી અભિયાન અંતર્ગત ભારતીય સેનામાં 30 જગ્યાઓ ભરવામાં આવશે.

Indian Army TGC recruitment 2023 : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ ભરતી, મહત્વની માહિતી

સંસ્થાભારતીય આર્મી ભરતી બોર્ડ
જગ્યા139
પોસ્ટટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 139) કોર્સ: જુલાઈ 2024
શૈક્ષણિક લાયકાતએન્જીનિયરિંગ ડિગ્રી
અરજી કરવાની શરુઆત તારીખ27-09-2023
અરજી કરવાની છેલ્લી તારીખ26-10-2023
વય મર્યાદા20થી 27 વચ્ચે

Indian Army TGC recruitment 2023 : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ ભરતી, પદોનું વિવરણ

પોસ્ટજગ્યા
સિવિલ7
કમ્પ્યુટર સાયન્સ7
ઇલેક્ટ્રિકલ3
ઇલેક્ટ્રોનિક્સ4
મિકેનિકલ7
વિવિધ એન્જીનિયરિંગ સ્ટ્રીમ2

Indian Army TGC recruitment 2023 : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ ભરતી, શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવાર અપેક્ષિત એન્જીનિયરિંગ ડિગ્રી પાઠ્યક્રમ ઉત્તીર્ણ કરી ચૂક્યા છે. અથવા એન્જીનિયરિંગ ડિગ્રી પાઠ્યક્રમના અંતિમ વર્ષમાં છે તેઓ આવેદન માટે પાત્ર છે. એન્જીનિયરિંગ ડિર્ગી પાઠ્યક્રમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ભારતીય સેન્ય એકેડમીમાં 1 જુલાઈ 2024 સુધી બધા વર્ષોની માર્કશીટની સાથે એન્જીનિયિરિંગ ડિર્ગી પરીક્ષા પાસ કરવાનું પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. પ્રશિક્ષણ શરુ થયાની તારીખથી 12 સપ્તાહની અંદર એન્જીનિયરિંગ ડિગ્રી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

Indian Army TGC recruitment 2023 : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ ભરતી, નોટિફિકેશન

Indian Army TGC recruitment 2023 : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ ભરતી, પસંદગી પક્રિયા

સૌથી પહેલા અરજી સ્ક્રીનિંગ ટેસ્ટ થશે. જેમાં સફળ થનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ બાદઉમેદવારોને સર્વિસેસ સિલેક્શન બોર્ડ માટે આમંત્રિત કરવામાં આવશે. દરેક પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને અંતમાં મેડિકલ એક્ઝામિનેશમાં સામેલ થવાનું રહેશે. એસએસબી ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર દ્વારા પ્રાપ્ત અંકોને આધારે એન્જીનિયરિંગ સ્ટ્રીમ વિષયવાર મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.

Indian Army TGC recruitment 2023 : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ ભરતી, આવી રીતે અરજી કરો

આવેદન માત્ર ઓલાઈન માધ્યમથી કરી શકાશે. અન્ય કોઈપણ માધ્યમથી આવેદન સ્વીકારમાં આવશે નહીં. ઉમેદવાર ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.inના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકશે.

Advertisment
Indian army કરિયર કરિયર ટીપ્સ