Bank Jobs 2025: પરીક્ષા વગર ઈન્ડિયન બેંકમાં ફાયર સેફ્ટી ઓફિસરની નોકરી, અહીં વાંચો બધી માહિતી

indian bank recruitment 2025 : ઈન્ડિયન બેંક ભરતી અંતર્ગત ફાયર સેફ્ટી ઓફિસર પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
November 06, 2025 08:24 IST
Bank Jobs 2025: પરીક્ષા વગર ઈન્ડિયન બેંકમાં ફાયર સેફ્ટી ઓફિસરની નોકરી, અહીં વાંચો બધી માહિતી
ઈન્ડિયન બેંક ભરતી 2025, ફાયર સેફ્ટી ઓફિસર નોકરી- photo-freepik

Indian Bank Recruitment 2025: જે ઉમેદવારોએ ફાયર સેફ્ટીમાં અભ્યાસ કર્યો છે અથવા કામ કરી રહ્યા છે તેમને બેંકમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ઇન્ડિયન બેંકે ફાયર સેફ્ટી ઓફિસર માટે નવી ખાલી જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ લાયક ઉમેદવારો પાસે ઓફલાઈન અરજીઓ મંગાવી છે. જેની અંતિમ તારીખ 21 નવેમ્બર, 2025 છે.

ઈન્ડિયન બેંક ભરતી અંતર્ગત ફાયર સેફ્ટી ઓફિસર પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Bank Job 2025ની મહત્વની માહિતી

સંસ્થાઈન્ડિયન બેંક
પોસ્ટફાયર સેફ્ટી ઓફિસર
જગ્યા6
વય મર્યાદા23થી 40 વર્ષ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ21-11-2025
સંસ્થાની વેબસાઈટindianbank.bank.in
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે

શૈક્ષણિક લાયકાત અને અનુભવ:?

નેશનલ ફાયર સર્વિસીસ કોલેજ (NFSC), નાગપુરમાંથી B.E. (ફાયર) અથવા ફાયર ટેકનોલોજી/ફાયર એન્જિનિયરિંગ/સેફ્ટી એન્ડ ફાયર એન્જિનિયરિંગમાં B.Tech/B.E. ધરાવતા ઉમેદવારો, અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસીસ કોલેજ, નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર કોર્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારો પાસે ફાયર ઓફિસર તરીકે 3 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

ફાયર સેફ્ટી ઓફિસર માટે વય મર્યાદા

1 નવેમ્બર, 2025 સુધીમાં ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ અને ઓછામાં ઓછી 40 વર્ષની હોવી જોઈએ.

અરજી ફી

SC/ST/PwBD ઉમેદવારોએ ₹175 ની અરજી ફી ચૂકવવાની રહેશે. અન્ય તમામ ઉમેદવારોએ ₹1000 ની અરજી ફી ચૂકવવાની રહેશે. આ ભરતી અંગે વધુ માહિતી માટે, ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

ફોર્મ કેવી રીતે ભરવું?

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા અરજી ફોર્મેટ ડાઉનલોડ કરવું પડશે અને તેમની બધી વિગતો હાથથી ભરવી પડશે. જરૂરી બધા દસ્તાવેજો સાથેની અરજી 21 નવેમ્બર 2025 સુધીમાં મળી જાય એ રીતે મોકલવાની રહેશે.અરજી કરવર પર ‘કોન્ટ્રાક્ટ બેસિસ પર ફાયર સેફ્ટી ઓફિસરની પોસ્ટ માટે અરજી – 2025’ નો ઉલ્લેખ કરવાનું ભૂલશો નહીં.

નોટિફિકેશન

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કરવાનું સરનામું

ચીફ જનરલ મેનેજર (CDO & CLO), ઇન્ડિયન બેંક, કોર્પોરેટ ઓફિસ, HRM વિભાગ, ભરતી વિભાગ, 254-260, અવ્વૈ ષણમુગમ સલાઈ, રોયાપેટ્ટા, ચેન્નાઈ, PIN-600014, તમિલનાડુ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ