/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Indian-Navy-Recruitment-2024.jpg)
Indian Navy Recruitment 2024: ઇન્ડિયન નેવીમાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (SSC ઓફિસર) ની 250 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે (તસવીર - ઇન્ડિયન નેવી)
Indian Navy Recruitment 2024: ઇન્ડિયન નેવીએ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઇન્ડિયન નેવીમાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (SSC ઓફિસર) ની 250 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2024 છે.
કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી છે?
ઇન્ડિયન નેવીની આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 250 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં વહીવટી શાખાની 157 જગ્યાઓ, એજ્યુકેશન બ્રાન્ચની 15 જગ્યાઓ અને ટેકનિકલ શાખાની 78 જગ્યાઓનો સમાવેશ થાય છે.
જનરલ સર્વિસ - 56 વેકેન્સી
આ માટે કોઈપણ વિષયમાંથી B.Tech અથવા BE કરનારાઓ અરજી કરી શકે છે. B.Techમાં 60 ટકા માર્ક્સ હોવા જરૂરી છે.
- એર ટ્રાફિક કંટ્રોલર - 20
- નેવલ એર ઓપરેશન્સ ઓફિસર - 21
- પાયલોટ - 24
ઉપરોક્ત ત્રણ પ્રકારની પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિષયમાંથી B.Tech અથવા BE કરનાર અરજી કરી શકે છે. બીટેકમાં 60 ટકા માર્ક્સ હોવા જરૂરી છે.
એજ્યુકેશન બ્રાન્ચ – 15 જગ્યાઓ
ટેકનિકલ બ્રાન્ચ
એન્જિનિયરિંગ બ્રાન્ચ જનરલ સર્વિસ – 36 જગ્યાઓ
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ જનરલ સર્વિસ – 42 જગ્યાઓ
પસંદગી - કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.જે ડિગ્રી માંગવામાં આવી છે તેના માર્ક્સના આધારે ઉમેદવારોને SSB ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો - કેનરા બેંકમાં 3000 જગ્યાઓ માટે ભરતી, આ તારીખથી રજિસ્ટ્રેશન શરૂ થશે
કોણ અરજી કરી શકે?
અહીં અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. જોકે અહીં પોસ્ટ પ્રમાણે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે એકવાર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
વય મર્યાદા
અહીં અરજી માટેની વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 2000 થી 1 જાન્યુઆરી 2006 ની વચ્ચે હોવો જોઈએ. જ્યારે એજ્યુકેશન બ્રાન્ચ માટે ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 2000 થી 1 જુલાઈ 2004ની વચ્ચે હોવો જોઈએ. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in ની મુલાકાત લો.
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના બદલે સીધા ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને 10 વર્ષ માટે નિમણુક કરાશે. આ સિવાય પરફોર્મન્સ અને ફિટનેસના આધારે તેને 2-2 વર્ષ કરીને ચાર વર્ષનો સમયગાળો વધારી શકાય છે. બધા જ વર્ગો માટે અરજીની ફી નો એકપણ રૂપિયો રાખવામાં આવ્યો નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us