Indian Navy SSC Recruitment 2025: ઈન્ડિયન નેવીમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતીય નૌકાદળે 2026 બેચ માટે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઈન્ડિયન નેવીએ કૂલ 270 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઈન્ડિયન નેવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, જગ્યાની સંખ્યા પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
ઈન્ડિયન નેવી ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા ઈન્ડિયન નેવી પોસ્ટ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર જગ્યા 270 વય મર્યાદા વિવિધ નોકરીનો પ્રકાર સરકારી એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2025 ક્યાં અરજી કરવી joinindiannavy.gov.in
ઇન્ડિયન નેવી ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા એક્ઝિક્યુટિવ બ્રાન્ચ (GS(X)/હાઈડ્રો કેડર) 60 પાયલોટ 26 નેવલ એર ઓપરેશન્સ ઓફિસર્સ (નિરીક્ષકો) 22 એર ટ્રાફિક કંટ્રોલર (ATC) 18 લોજિસ્ટિક્સ 28 શિક્ષણ 15 એન્જિનિયરિંગ બ્રાન્ચ જનરલ સર્વિસ (GS) 38 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ જનરલ સર્વિસ (GS) 45 નેવલ કન્સ્ટ્રક્ટર 18 કુલ 270
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી (BE/BTech, MBA, B.Sc, B.Com, MCA) હોવી જોઈએ જેમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ (SC/ST/PwBD માટે 55%) હોવા જોઈએ.
વય મર્યાદા
- કાર્યકારી શાખા: ઉમેદવારોનો જન્મ 02 જાન્યુઆરી 2001 થી 01 જુલાઈ 2006 ની વચ્ચે હોવો જોઈએ.
- પાયલોટ અને નેવલ એર ઓપરેશન્સ ઓફિસર: ઉમેદવારોનો જન્મ 02 જાન્યુઆરી 2002 થી 01 જાન્યુઆરી 2007 ની વચ્ચે હોવો જોઈએ.
- એર ટ્રાફિક કંટ્રોલર: ઉમેદવારોનો જન્મ 02 જાન્યુઆરી 2001 થી 01 જાન્યુઆરી 2005 ની વચ્ચે હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને તેમના સંબંધિત પેપર પાસ કર્યા પછી ઇન્ટરવ્યુ, મેડિકલ ટેસ્ટ અને દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. અંતિમ મેરિટ લિસ્ટમાં ટોચના ક્રમાંકિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશેય.
પગાર ધોરણ
- આ પોસ્ટ ઉપર પસંદ કરાયેલા ઉમદેવારોને ₹ 1,10,000 રૂપિયાનો માસિક પગાર આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા
- અરજી કરતી વખતે ઉમેદવારોએ GATE-2024 નોંધણી નંબર દાખલ કરવાનો રહેશે.
- તેમજ જરૂરી દસ્તાવેજો જેવા કે શૈક્ષણિક પ્રમાણપત્ર, ફોટો આઈડી કાર્ડ વગેરે અપલોડ કરવાના રહેશે.
- અરજી ફી પણ માત્ર ઓનલાઈન મોડમાં જ જમા કરાવી શકાય છે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે ભારતીય નૌકા દળની ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.





