/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Indian-Navy-Recruitment.jpg)
ઇન્ડિયન નેવી બમ્પર ભરતી
Indian Navy Recruitment 2023, Government jobs, Notification : ઇન્ડિયન નેવીમાં નોકરી માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ભારતીય નૌકાદળ દ્વારા વિવિધ પોસ્ટો પર 910 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. નોટિફિકેશન પમાણે ભારતીય નૌકાદળ ચાર્જમેન (એમ્યુનિશન વર્કશોપ), ચાર્જમેન (ફેક્ટરી), વરિષ્ઠ ડ્રાફ્ટ્સમેન (ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ /) ની જગ્યા માટે અરજીઓ મંગાવી છે.
લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સંસ્થાની સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in વેબસાઇટ્સ દ્વારા ઓન-લાઇન અરજી કરી શકે છે. અરજી કરનાર ઉમેદવારો ઇન્ડિયન નેવીની ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
Indian Navy Recruitment 2023 | ઇન્ડિયન નેવી ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | ભારતીય નૌકાદળ |
| પોસ્ટ | ચાર્જમેન, ડ્રાફ્ટસમેન, ટ્રેડેસમેન |
| કુલ જગ્યા | 910 |
| વય મર્યાદા | 18થી 27 વર્ષ |
| પગાર | ₹ 18000- ₹35400 |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 18/12/2023 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30/12/2023 |
Indian Navy bharti 2023 | ઇન્ડિયન નેવી ભરતી, પોસ્ટની વિગત
| પોસ્ટ | કુલ જગ્યા |
| ચાર્જમેન | 42 |
| સિનિયર ડ્રાફ્ટ્સમેન | 258 |
| ટ્રેડેસમેન | 610 |
Indian Navy Recruitment 2023 | ઇન્ડિયન નેવી ભરતી, શૈક્ષણિક લાયકાત
તાજેતરમાં ભારતીય નેવી દ્વારા બહાર પાડેલી નોકરી માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ડિગ્રી, ડિપ્લોમા, આઈટીઆઈ અથવા માન્ય સંસ્થા માટે બોર્ડ સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
Indian Navy Recruitment 2023 | ઇન્ડિયન નેવી ભરતી, ઉંમર મર્યાદા:
ભારતીય નેવીમાં ભરતી માટે ઉમેદવારોની ઉંમર 18 થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
Indian Navy Recruitment 2023 | ઇન્ડિયન નેવી ભરતી, પગાર ધોરણ
પસંદ કરાયેલા ઉમેદવારોને ₹ 18000થી ₹35400 પ્રતિ માસ પગાર મળશે.
Indian Navy Recruitment 2023 | ઇન્ડિયન નેવી ભરતી, અરજી ફી
- SC, ST, PWBD, ભૂતપૂર્વ સેર, મહિલા ઉમેદવારો - કોઈ ફી નથી
- અન્ય તમામ ઉમેદવારો - રૂ. 250/-
Indian Navy Recruitment 2023 | ઇન્ડિયન નેવી ભરતી, નોટિફિકેશન
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
Indian Navy Recruitment 2023 | ઇન્ડિયન નેવી ભરતી, કેવી રીતે અરજી કરવી?
- પગલું 1: ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જાઓ.
- પગલું 2: હોમપેજ પર, એપ્લાય ઓનલાઈન લિંક શોધો.
- પગલું 3: જો તમે નવા વપરાશકર્તા છો, તો તમારી મૂળભૂત માહિતી અને સંપર્ક વિગતો આપીને તમારી જાતને નોંધણી કરો.
- પગલું 4: તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરવાનું શરૂ કરો.
- પગલું 5: જરૂરી દસ્તાવેજો નિયત ફોર્મેટ અને કદમાં અપલોડ કરો.
- પગલું 6: ફોર્મની કાળજીપૂર્વક સમીક્ષા કરો અને ફીની ચુકવણી કરો.
- પગલું 7: તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
ભાIndian Navy Recruitment 2023 | ઇન્ડિયન નેવી ભરતી, મહત્વની તારીખો
- ઓનલાઈન અરજી શરૂ: 18/12/2023
- અરજી કરવાની છેલ્લી તારીખ: 31/12/2023


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us