Jobs and Career: બેન્કમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઇન્ડિયન ઓવરર્સિસ બેન્કે મેનેજર પદની 25 જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત કરી છે. વિવિધ મેનેજર પોસ્ટ માટે બેન્કે નોટિફિકેશન બહાર પાડ્યું છે. અરજીની પ્રક્રિયા ચાલી રહી છે અને અરજી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. રસ ધરાવતા ઉમેદવારો http://www.iob.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.
ભરતી અંગેની મહત્વની માહિતી
પોસ્ટનું નામ: મેનેજર
પોસ્ટની સંખ્યા : 25
કઈ કઈ જગ્યાઓ ખાલી છે?
બિઝનેસ એનાલિસ્ટ: 1
ડેટા એન્જિનિયર: 2
ક્લાઉડ એન્જિનિયર: 1
ડેટા સાયન્ટિસ્ટ : 1
નેટવર્ક સિક્યુરિટી એન્જિનિયરઃ 1
ઓરેકલ ડીબીએ : 2
મિડલવેર એન્જિનિયરઃ 1
સર્વર એડમિનિસ્ટ્રેટર: 2
રૂટીંગ અને સ્વિચીંગ એન્જીનીયર : 2
હાર્ડવેર એન્જિનિયરઃ 1
સોલ્યુશન આર્કિટેક્ટ: 1
ડિજિટલ બેંકિંગ (RTGS / NEFT): 1
ડિજિટલ બેન્કિંગ (ડેબિટ કાર્ડ અને એટીએમ સ્વિચ): 1
એટીએમ સંચાલિત સેવાઓ અને એટીએમ સ્વિચ: 2
વેપારી સંપાદન: 1
ડિજિટલ બેંકિંગ (IB, MB, UPI): 3
ડિજિટલ બેન્કિંગ (રિકોન્સિલેશન): 1
અનુપાલન અને ઓડિટ: 1
શૈક્ષણિક લાયકાત
કોમ્પ્યુટર સાયન્સ /આઈટી / ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સમાં પૂર્ણ સમયનો B E / B ટેક /ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ (વિગતવાર માહિતી વાંચવા માટે નોટિફિકેશન વાંચો)
પગાર ધોરણ (રૂપિયામાં):
વિવિધ પોસ્ટ માટે વિવિધ સ્કેલ આપવામાં આવશે. રૂ.48,170 – 1,740 / 1 – 49,910 – 1,990 / 10 – 69,810
ઉંમર મર્યાદા: તમામ પોસ્ટ માટે અરજી કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉંમર 25 છે અને તમામ પોસ્ટ માટે મહત્તમ ઉંમર 30 છે. SC/ST/OBC/PWBD/ભૂતપૂર્વ સૈનિકો માટે મહત્તમ વયમાં છૂટ હાલની સરકારી માર્ગદર્શિકા મુજબ રહેશે
પસંદગી પ્રક્રિયા
પસંદગી ઓનલાઈન પરીક્ષા પછી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
કેવી રીતે અરજી કરવી
ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ્સ માટે વેબસાઇટ https://www.iob.in/ દ્વારા 30મી નવેમ્બર 2022 સુધી ઑનલાઇન અરજી કરી શકે છે.
અરજી ફી:
SC/ST/PWD (ફક્ત ઇન્ટિમેશન શુલ્ક): INR 100.00
અન્ય તમામ માટે (OBC અને EWS સહિત): INR 500.00