Indian Railway Career Tips: આજના સમયમાં મોટાભાગના યુવાનો સરકારી નોકરીઓ મેળવવા ઈચ્છતા હોય છે. મોટાભાગના ઉમેદવાર આઈએએસ, પ્રોફેસર અથવા તો ટીચર બનવાનો નિર્ણય કરે છે. આ ઉપરાંત એવી કેટલીક સરકારી નોકરીઓ છે જેમાં ઉમેદવાર પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. આ પૈકી એક લોકો પાયલટની નોકરી છે. આ પણ ખૂબ જ સારો કરિયર વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પદોને મેળવવા માટે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની જરૂરત પણ નથી.
આ પદ ઉપર કેન્ડિડેટને સીધી ભરતી મળતી નથી. આમાં સૌથી પહેલા ઉમેદવારને આસિસ્ટન્ટ લોકો પાયલટની જોબ મળે છે. ત્યારબાદ સીનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ અને પછી કેન્ડિટેડ્સ લોકો પાયલટ બને છે. પરંતુ આ પદને મેળવવા માટે પહેલા ઉમેદવારને એન્ટ્રન્સ એક્ઝામ આપીને ક્લિયર કરવી પડે છે.
આ પદ માત્ર પુરુષો માટે નથી. પરંતુ ભારતીય રેલવેમાં અનેક મહિલાઓ પણ લોકો પાયલટ બનીને પોતાની કરિયરને એક સારી દિશા આપે છે. સુરેખા શંકર યાદવ ભારતીય રેલવેની સૌથી પહેલી મહિલા લોકો પાયલટ છે. જેણે પોતાની કરિયરની શરુઆત 1988માં શરુ કરી હતી.
લોકો પાયલટ માટે શું હોવી જોઈએ લાયકાત
1- ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલું હોવી જોઈએ.2- ઉમેદવાર 12માં ધોરણ બાદ પણ લોકો પાયલટનો ડિપ્લોમા કરી શકે છે. જેની સમય સીમા 2 વર્ષની હશે.
- 10મું પાસ કર્યા બાદ કેન્ડિડેટ આઈટીઆઈ અથવા તો પોલીટેક્નિકલથી બે વર્ષનો ડિપ્લોમા કરી શકે છે. ડિપ્લોમા મિકેનિકલ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઈલેક્ટ્રિક્સ જેવા વિષયની સાથે કરી શકાય છે.
- ઉમેદવારો જે સંસ્થામાંથી ડિપ્લોમાં કરી રહ્યા છે તેને NCVT, SCVT અથવા AICTE માંથી માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
- ઉમેદવાર શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ પણે સ્વસ્થ હોવો જોઈએ.6- ઉમેદવારનું વજન 6/6 હોવું જોઈએ.કોઈપણ પ્રકારની કલર બ્લાઈન્ડનેસ ન હોવી જોઈએ.7- વઈ આવવી, હાર્ટની સમસ્યા કે પછી અન્ય માનસિક સમસ્યાઓ ન હોવી જોઈએ.
વય મર્યાદા
આસિસ્ટન્ટ લોકો પાયલટ બનવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર રિઝર્વેશન વર્ગ અને પૂર્વ સર્વેસમેન ઉમેદવારને ઉંમર સીમામાં છૂટ આપવામાં આવી છે.
સિલેક્શન પ્રોસેસ
આસિસ્ટન્ટ લોકો પાયલટ બનવા માટે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ અથવા આરઆરબીની તરફથી નોટિફિકેશન રજૂ કરવામાં આવે છે. ઉમેદવારો પોતાની યોગ્યતાને ધ્યાનમાં રાખીને એપ્લિકેશન ફોર્મ જમા કરવાનું છે. જેના થોડા સમય બાદ એડમિશન કાર્ડ રજૂ કરવામાં આવશે. જેમાં પરીક્ષા કેન્દ્ર સાથે જોડાયેલી માહિતી હોય છે. આ પરીક્ષા અનેક લેવલ ઉપર લેવામાં આવે છે.
1- કમ્પ્યુટર આધારિત ટેસ્ટ
આ ટેસ્ટ એક કલાકનો હોય છે. આ ટેસ્ટ લેખિતમાં હોય છે. જેમાં કુલ 75 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષામાં વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ગણિત, રીજનિંગ, જનરલ અવેરનેસ અને સાયન્સ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ પરીક્ષા બાદ કટઓફ આપીને જ આગળના સ્ટેજમાં જઈ શકો છો.
2- કમ્પ્યુટર આધારિત ટેસ્ટ -2
આ કમ્પ્યુટર આધારિત પરીક્ષાનો બીજો ભાગ છે. જેમાં એક ટેક્નિકલ સબ્જેક્ટ ઉપર આધારિત કુલ 75 પ્રશ્નો પૂછવામાં આવશે. જે માટે ઉમેદવારને એક કલાક આપવામાં આવે છે. ઉમેદવારે જે ફિલ્ડનો અભ્યા કર્યો છે. તેણે તેના જ સેક્શનના પ્રશ્નોને હળ કરવાનો હોય છે. જે ઉમેદવાર ઓછામાં ઓછા 35 ટકા લાવે તો ત્રીજા સ્ટેજ માટે ક્વોલિફાઈ થાય છે.
3- કમ્પ્યૂટર બેસ્ડ એપ્ટીટુડ ટેસ્ટ
આ ટેસ્ટને પર્સનાલિટી અથવા સાઈકોલોજિકલ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આમાં કેન્ડિડેટ્સની પર્સનાલિટી, મુશ્કેલ સમયમાં ડિસીઝન લેવાની ક્ષમતા અને ઈટીગ્રિટી જેવા પહેલુ ચેક કરવામાં આવે છે. આ સ્ટેજને ક્વોલિફાઈ કરવા માટે ઓછામાં ઓછા 42 ટકા માર્ક હોવા જોઈએ. આ સ્ટેજમાં માઈનસ માર્કિંગ હોતું નથી.
4 – ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન
બધા કેન્ડિડેટ્સના ઓરિજનલ ડોક્યુમેટ્સની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે છે. આ સાથે જ યોગ્યતા અનુસાર ઉમેદવારને આગળના સ્ટેજ ઉપર મોકલવામાં આવે છે.
5 – મેડિકલ ફિટનેસ ટેસ્ટ
આ માટે શારીરિક અને માનસિક બંને રૂપથી ઉમેદવારને સંપૂર્ણ પણ ફીટ હોવા જોઈએ.
6 – કેટલો હોય છે પગાર
એક લોકો પાયલટને 5200- 20,200 રૂપિયા અને ગ્રેડ પે 1900 રૂપિયા પગાર આપવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવાર ડીએ, ટીએ, નાઈટ ડ્યૂટી અલાઉન્સ, ઓવરટાઈમ, રનિંગ એલાઉન્સ જેવા આકર્ષક ભથ્થા મળી છે.