ભારતીય રેલવેમાં ત્રણ હજારથી વધારે પદો પર પરીક્ષા વગર ભરતી, ફટાફટ કરો અરજી

Indian Railway Recruitment 2022: રેલવે દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે આ ભરતી ત્રણ કેટેગરીમાં પુરી કરવામાં આવશે. જેમાં ફિટર, વેલ્ડર, કારપેન્ટર, પેન્ટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન સહિત અનેક ટ્રેડ્સ પદો ઉપર ભરતી કરવામાં આવશે.

Indian Railway Recruitment 2022: રેલવે દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે આ ભરતી ત્રણ કેટેગરીમાં પુરી કરવામાં આવશે. જેમાં ફિટર, વેલ્ડર, કારપેન્ટર, પેન્ટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન સહિત અનેક ટ્રેડ્સ પદો ઉપર ભરતી કરવામાં આવશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

ભારતીય રેલવેમાં ભરતી

Indian Railways Recruitment 2022: ભારતીય રેલવેએ એપ્રેન્ટિસની 3150 પદો માટે ભરતી બહાર પાડી છે. રેલવે દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે આ ભરતી ત્રણ કેટેગરીમાં પુરી કરવામાં આવશે. જેમાં ફિટર, વેલ્ડર, કારપેન્ટર, પેન્ટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન સહિત અનેક ટ્રેડ્સ પદો ઉપર ભરતી કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુકી છે. જોકે, અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2022 સુધી છે. રસ ધરાવતા ઉમેદવારો sr.indianrailwas.gov.in ઉપર જઇને અરજી કરી શકે છે. ઉમેદવારો નોટિફિકેશન ઉપર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.

કુલ પદોની સંખ્યા 3115

હાવડા ડિવીઝન - 659
લિલુઆ વર્કશોપ - 612
સિયાલદહ ડિવિઝન - 440
કીમચરીપીડી વર્કશોપ - 187
માલદા ડિવિઝન - 138
આસનસોલ વર્કશોપ - 412
જમાલપુર વર્કશોપ - 667

ભરતી અંગેની મહત્વની તારીખો

અરજી કરવાની શરુઆતની તારીખ 30 સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર

સંસ્થાનું નામભારતીય રેલવે
જગ્યા3115
ભરતીની શરુઆતની તારીખ30 સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ29 ઓક્ટોબર 2022
અરજી ફી100 રૂપિયા
સત્તાવાર વેબસાઈટસત્તાવાર વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો

માપદંડ

ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ઓછામાં ઓછા 50 ટકા અંકો સાથે ધોરણ 10 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ સાથે એનસીવીટી - એસસીવીટી દ્વારા રજૂ કરેલા નોટિફિકેશન સંબંધીત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ.

આ પણ વાંચોઃ-MDM કચ્છમાં ભરતી, લાયકાતથી લઈને છેલ્લી તારીખ સુધી સંપૂર્ણ માહિતી

વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી

આ પદો ઉપર અરજી કરવા માટે ઉમેદવારોએ rrcerની સત્તાવાર વેબસાઈટ ઉપર મુલાકા લેવી પડશે. જ્યાં હોમ પેજ ઉપર હાજર લિક ઉપર ક્લિક કરીને આ પદો ઉપર અરજી કરી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન માટે ઉમેદવારે પહેલા ગાઈડલાઈન વાંચી લેવી જોઈએ.

કેવી રીતે થશે પસંદગી પ્રક્રિયા?

ઇસ્ટર્ન રેલવેના એપરેન્ટીસ પદો ઉપર અરજી કરવ માટે ઉમેદવારે 100 રૂપિયા ચૂકવવા પડશે. આ પદો ઉપર કેન્ડિડેટ્સનું સિલેક્સન ડોક્યૂમેન્ટ વેરિફિકેશન પછી થશે. ઉમેદવારોએ ડોક્યૂમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જે ઉલ્લેખિત યોગ્યતા અને આઈટીઆઈમાં સરેરાશ અંકોના આધાર પર થશે.

આ પણ વાંચોઃ-ધોરણ 3 પાસ લોકો માટે સુરેન્દ્રનગર GRDમાં નોકરીની સુવર્ણ તકઃ જગ્યાઓ, લાયકાત સહિતની માહિતી

મેડિકલ ફિટનેસ

કોઈપણ વ્યક્તિ એપ્રેન્ટિસ એક્ટ, 1961 અને એપ્રેન્ટિસશીપ નિયમો 1992 હેઠળ તાલીમ માટે લાયક ગણવામાં આવશે. જો તે ઉપરોક્ત અધિનિયમ અને નિયમોમાં નિર્ધારિત શારીરિક તંદુરસ્તીના લઘુત્તમ ધોરણોને લાયક ગણાશે. ઉમેદવારોએ એપ્રેન્ટિસ એક્ટ, 1961, અને એપ્રેન્ટિસશીપ નિયમો, 1992 ના પેરા 4 મુજબ નિયત ફોર્મેટમાં દસ્તાવેજ ચકાસણી સમયે તબીબી પ્રમાણપત્ર લાવવું પડશે.

Advertisment
કરિયર સરકારી નોકરી