Indian Railway Recruitment 2023: ભારતીય રેલવેમાં નોકરી કરવા ઇચ્છા ધરાવતા ધોરણ 10ના ઉમેદવરો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતીય રેલવે દ્વારા 1104 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે ઉત્તરપૂર્વ રેલ્વે 3 જૂનથી 2 ઓગસ્ટ, 2023 સુધી એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન નોંધણી કરી રહી છે. એપ્રેન્ટિસ એક્ટ, 1961 અને એપ્રેન્ટિસશીપ નિયમો હેઠળ એપ્રેન્ટિસશીપ તાલીમ હાથ ધરવા માટે નિયત શરતોને પૂર્ણ કરતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. RRCની વેબસાઈટ પર માત્ર લાયક ઉમેદવારો જ તેમની અરજી સબમિટ કરી શકે છે.
Railway Recruitment 2023: રેલવે ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થાનું નામ ઉત્તરપૂર્વ રેલવે કુલ જગ્યા 1104 પોસ્ટ એપ્રેન્ટિસ અરજી મોડી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ, 2023 લાયકાત ધોરણ 10 પાસ અને ITI
Railway Recruitment 2023: રેલવે એપ્રેન્ટિસ 1104 ખાલી જગ્યાની વિગતો
સ્થળ જગ્યા મિકેનિકલ વર્કશોપ/ગોરખપુર 411 સિગ્નલ વર્કશોપ/ગોરખપુર કેન્ટ 63 બ્રિજ વર્કશોપ/ગોરખપુર કેન્ટ 35 મિકેનિકલ વર્કશોપ/ઇજ્જતનગર 151 ડીઝલ શેડ/ઇજ્જતનગર 60 કેરેજ અને વેગન/ઇજ્જતનગર 64 કેરેજ અને વેગન/લખનૌ જંક્શન 155 ડીઝલ શેડ/ગોંડા 90 કેરેજ અને વેગન/વારાણસી 75 કુલ 1104
Railway Recruitment 2023: રેલવે ભરતી માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?
- રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ www.ner.indianrailways.gov.in ની મુલાકાત લેવી.
- આ પછી તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- આ માટે તમારે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જેવી વિગતો ભરવાની રહેશે.
- હવે નોંધણી નંબર અને પાસવર્ડ નોંધો.
આ પણ વાંચોઃ- AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રાણી સંગ્રહાલય અધિક્ષક ભરતી, ₹ 2 લાખ સુધીનો પગાર
- આ પછી વ્યક્તિગત વિગતો, રોજગાર વિગતો અને શૈક્ષણિક લાયકાત ભરો અને પછી ડેશબોર્ડ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- આ પછી તમારો ફોટો અને સહી પણ નિર્ધારિત ફોર્મેટમાં અપલોડ કરો.
- અરજદારોએ ઓનલાઈન અરજી સાથે ઈન્ટીગ્રેટેડ પેમેન્ટ ગેટવે દ્વારા ફી ચૂકવવાની રહેશે.
- અરજી ફોર્મની વિગતોની ચકાસણી કર્યા પછી, પ્રોફાઇલની શ્રેણી પસંદ કરો અને પછી અંતિમ સબમિશન પૃષ્ઠ પર આગળ વધો.
આ પણ વાંચોઃ- Bank of maharashtra job: બેંક ઓફ મહારાષ્ટ્ર 400 ઓફિસરોની ભરતી કરશે, અરજીની છેલ્લી તારીખ અને ફી સહિતની વિગતો જાણો
Railway Recruitment 2023: ઉત્તર પૂર્વ રેલવે એપ્રેન્ટિસ ભરતી માટે પસંદગી પ્રક્રિયા
એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ તાલીમ આપવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની પસંદગી મેટ્રિક અને ITI બંને પરીક્ષામાં ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણની સરેરાશ ટકાવારી લઈને બંનેને સમાન વેઇટેજ આપતા મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. ઉમેદવાર એક કરતાં વધુ એકમ/સ્થાન પસંદ કરી શકે છે. જો તેની/તેણીની મેરિટ સ્થિતિ પ્રથમ પસંદગીની ફાળવણીને મંજૂરી આપતી નથી, તો તેને/તેણીને અનુગામી પસંદગીની ફાળવણી કરવામાં આવશે.





