અમેરિકામાં માસ્ટર કે ડોક્ટરેટના અભ્યાસ માટે ગેટવેની પરીક્ષા આપવનાર વિદ્યાર્થીઓની સંખ્યાના મામલે ભારત લગભગ યુએસની સમકક્ષ પહોંચી ગયું છે. છેલ્લા એક દાયકામાં આ પરીક્ષા આપનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા થતા હવે બંને દેશો વચ્ચે પરીક્ષાર્થીોની સંખ્યાનો તફાવત માત્ર 10,000 જેટલો રહી ગયો છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત કરાયેલા આંકડા દર્શાવે છે કે ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામીનેશન (GRE) આપનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2012-2013માં 56,782 હતી, જે વધીને વર્ષ 2021-2022માં 1,14,647 થઈ ગઈ છે અને તેમાં લગભગ 50 ટકા વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે.
GRE મુખ્યત્વે સંયુક્ત અમેરિકામાં પોસ્ટ-ગ્રેજ્યુએટ (યુએસમાં ગ્રેજ્યુએટ કહેવાય છે) પ્રોગ્રામ માટેની ગેટવેની પ્રવેશ પરીક્ષા છે. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પણ GREના સ્કોર્સને માન્યતા આપે છે. તે યુનિવર્સિટીઓને એક સામાન્ય માપદંડ પ્રદાન કરે છે જેની મારફતે દુનિયાભરના અરજદારોની તુલના કરી શકાય. અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી એજ્યુકેશનલ ટેસ્ટીંગ સર્વિસિસ (ETS) દ્વારા GRE હાથ ધરવામાં આવે છે, જેમાં ગણિત, વાંચન અને લેખનમાં નિપુણતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ભારતમાં આ ટેસ્ટ આપવાની વધતી જતી લોકપ્રિયતા 2021-2022 શૈક્ષણિક વર્ષમાં 48%ની વૃદ્ધિ (68,869 થી વધીને 1,02,024 સુધી) સાથે અમેરિકાની ગ્રેજ્યુએટ સ્કૂલ્સમાં રજિસ્ટર્ડ ભારતીય નાગરિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારા સાથે સુસંગત છે.
GRE આંકડાઓમાં ભારતીયોની સંખ્યામા ઝડપી વૃદ્ધિ એ અમેરિકામાં તાજેતરના વલણોથી વિરોધાભાસી છે, જ્યાં યુનિવર્સિટીઓ સ્ટાન્ડર્ડ એસેસમે્ટના મહત્વને પડકારી રહી છે. તે ચીનના મામલે તદ્દન વિપરીત છે, જેની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં માત્ર 20 ટકા વધી છે. વર્ષ 2021-2022માં માત્ર 50,758 ચાઇનીઝ વિદ્યાર્થીઓએ GRE આપી હતી, જે પરીક્ષા આપનારા ભારતીય વિદ્યાર્થીઓ કરતા ઘણી ઓછી છે.
GREની પરીક્ષા આપનાર મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ દક્ષિણના રાજ્યના છે. વર્ષ 2021-22માં GREની પરીક્ષા આપનાર કુલ 1,14, 647 ભારતીય વિદ્યાર્થીઓમાં આશરે 58,000 પરીક્ષાર્થીઓ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના હતા.
વર્ષ 2015-16થી બાદથી GREના પરીક્ષાઓની સંખ્યામાં હૈદારબાદે મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને બેંગલુરુ જેવા મોટા શહેરોને પાછળ રાખીને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. આ શહેરના પરીક્ષાઓની સંખ્યા 2017-18 બાદ સતત વધી રહી છે. વર્ષ 2021-22માં હૈદરાબાદના 25,347 ઉમેદવારોએ GRE આપી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા અને વર્ષ 2017-18ના 8,041 પરીક્ષાર્થી કરતા ત્રણ ગણી વધારે સંખ્યા છે.
તુલનાત્મક રીતે વર્ષ 2021-22માં મુંબઇના GREના પરીક્ષાર્થીની સંખ્યા 5759, બેંગ્લોરના 5564, પુણેના 3689, ચેન્નાઈના 3278, દિલ્હીના 2845, કલકત્તાના 1200 હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉપરોક્ત તમામ શહેરોમાં GREના પરીક્ષાર્થીની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી બાજુ નાના શહેરોા પરીક્ષાર્થીઓની સંખ્યા વધી રહી છે, જેમાંથી મોટાભાગના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં છે.
વર્ષ 2020-21 અને 2021-22 બંનેમાં ગુંટુર અને વિજયવાડા ટોપ-5માં હતા. તો બંને વર્ષે મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ અને દિલ્હીની પરીક્ષાઓની સંખ્યા ઘટી હતી.

IIT હૈદરાબાદના ડિરેક્ટર બીએસ મૂર્તિએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “શિક્ષણ અને કારકિર્દીની પર વધારે પડતું જોર આપવામાં આવી રહ્યુ હોવાથી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં GRE પરીક્ષા આપનારાઓની સંખ્યામાં વૃદ્ધિ આશ્ચર્યજનક નથી. હું આંધ્રનો છું, અને અહીંના મોટા ભાગના પરિવારો તેમના બાળકોને વિદેશમાં, ખાસ કરીને યુએસ મોકલવામાં ખાસ રસ સાથે, ડૉક્ટર અથવા એન્જિનિયર બનવાની ઈચ્છા રાખે છે. તમે અન્ય કોઈપણ રાજ્યમાં અમેરિકામાં એન્જિનિયરિંગ, વિજ્ઞાનમાં માસ્ટર કરવાનો ક્રેઝ જોવા મળશે નહીં. GREને અમેરિકામાં એન્જિનિયરિંગ અને સાયન્સમાં માસ્ટર્સ કરવા માટેના એન્ટ્રી ગેટ તરીકે જોવામાં આવે છે, મને લાગે છે કે તે બાબત જે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ઉમેદવારોમાં તીવ્ર વૃદ્ધિ પાછળ જવાબદાર છે.”
જો કે જાન્યુઆરી 2021માં આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાંથી કોવિડને કારણે ઘરેથી GRE આપનાર વિદ્યાર્થીઓ દ્વારા ચોરી- ગેરરીતિના અહેવાલો આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં GRE અને TOEFL (ટેસ્ટ ઑફ ઇંગ્લિશ એઝ અ ફોરેન લેંગ્વેજ) ની પરીક્ષામાં અંદાજે 50 વિદ્યાર્થીઓને ચોરી – ગેરરીતિમાં મદદ કરવા બદલ હૈદરાબાદ પોલીસ દ્વારા ચારની ધરપકડ કરવામાં આવી હતી.
ભારતમાં GREની વધતી જતી લોકપ્રિયતા એ અમેરિકામાં પરીક્ષાર્થીની સંખ્યામાં ઝડપી ઘટાડાને મહદંશે સરભર કરશે, કારણ કે અમેરિકામાં આ પરીક્ષા આપનારાઓની સંખ્યામાં 63 ટકા ઘટી ગઇ છે. GRE આપનાર અમેરિકન પરીક્ષાથીઓની સંખ્યા વર્ષ 2012-2013માં 3,37,782 હતી જે વધીને 2021-2022માં 1,24,151 થઈ છે.
ઇટીએસના પ્રવક્તાએ યુએસમાં GRE પરીક્ષા આપનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાનું કારણ મૂલ્યાંકન પ્રત્યેના બદલાતા વલણને આભારી છે. અમેરિકન યુનિવર્સિટીઓ તમામ અરજદારો માટે સમાન નીતિનિયમોની ખાતરી કરવા માટે GRE અથવા SAT જેવા ટેસ્ટની ભૂમિકા પર પુનર્વિચાર કરી રહી છે.
2022માં શૈક્ષણિક જર્નલ “સાયન્સ” દ્વારા પ્રકાશિત કરાયેલી રિસર્ચ અનુસાર, અમેરિકાની ટોપ-50 રેન્ક યુનિવર્સિટીઓમાં આઠ શાખાઓમાં માત્ર 3% પીએચડી પ્રોગ્રામ્સ માટે અરજદારોને GRE સ્કોર્સ સબમિટ કરવાની જરૂર હતી, જે 2018માં આ આંકડો 84 ટકા હતો.