ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી : પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, મળશે તગડો પગાર, અહીં વાંચો માહિતી

IB Recruitment 2024, ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી : પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે સારી તક આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 660 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Written by Ankit Patel
April 01, 2024 11:49 IST
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી : પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, મળશે તગડો પગાર, અહીં વાંચો માહિતી
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી - photo - social media

IB Recruitment 2024, ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી : સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઉમેદવારોને પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે ગૃહ મંત્રાલય આઈબીમાં ACIO, JIO, SA અને IB હેઠળની અન્ય જગ્યાઓ માટે કુલ 660 ખાલી જગ્યાઓ ભરશે. રસ ધરાવતા ઉમેદવારો કેન્દ્રિય ગૃહમંત્રાલયની વેબસાઈટ mha.gov.in મુલાકાત લઈ શકે છે.

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતીની નોકરી માટે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત સહિતની સંપૂર્ણ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતીની મહત્વની માહિતી

સંસ્થાકેન્દ્રિય ગૃહ મંત્રાલય
પોસ્ટવિવિધ
કુલ જગ્યા660
અરજી કરવાની છેલ્લી તારીખ29 મે 2024
અરજી કરવાનો પ્રકારઓફલાઈન

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતીની પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટખાલી જગ્યા
ACIO-I/Exe80
ACIO-II/Exe136
JIO-I/Exe120
JIO-II/Exe170
SA/XE100
JIO-II/ટેક08
ACIO-II/સિવિલ વર્ક03
JIO-I/MT22
કન્ફેક્શનર-કમ-કુક10
કેરટેકર05
PA05
પ્રિન્ટીંગ પ્રેસ ઓપરેટર01
કુલ660

આ પણ વાંચોઃ- સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : જુનિયર એન્જીનિયરોની ભરતી, સરકારી નોકરી માટે કરો અરજી

શૈક્ષણિક લાયકાત

  • ACIO-I/Exe અને ACIO-II/Exe પોસ્ટ્સ માટે અરજદારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સાથે સુરક્ષા અથવા ગુપ્તચર કાર્યમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

  • JIO-I/Exe, SA/Exe અને JIO-II/Exe પોસ્ટ્સ માટે ઉમેદવારો મેટ્રિક્યુલેટ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ જેમાં ઇન્ટેલિજન્સ ઓપરેશન્સમાં પાંચ વર્ષનો ફિલ્ડ વર્ક અનુભવ હોવો જોઈએ.

  • JIO-II/Tech પોસ્ટ્સ માટે, ચોક્કસ ક્ષેત્રમાં ડિપ્લોમા/બેચલર ડિગ્રી હોવી આવશ્યક છે.

  • ACIO-II/સિવિલ વર્ક્સ પોસ્ટ્સ માટે વ્યક્તિ પાસે બેચલર ઑફ એન્જિનિયરિંગ/ટેક્નોલોજી/આર્કિટેક્ચરની ડિગ્રી હોવી જોઈએ.

  • JIO-I/MT પોસ્ટ્સ માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ અને 1 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ સાથે મેટ્રિક્યુલેટ હોવું જરૂરી છે.

  • કન્ફેક્શનર-કમ-કુકની જગ્યાઓ માટે કેટરિંગ ડિપ્લોમા/પ્રમાણપત્ર સાથે 10મું પાસ, સરકારી વિભાગ અથવા ઉપક્રમમાં 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વયમર્યાદા

આ વિવિધ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ અને બધી માહિતી તપાસવી જોઈએ.

પગાર ધોરણ

ઇન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતી માટે જે પણ ઉમેદવાર પસંદ કરવામાં આવશે, તેને પોસ્ટ અનુસાર અલગ-અલગ પગાર આપવામાં આવશે. પગાર ધોરણ અંગે વધુ માહિતી જાણવા માટે આપેલું નોટિફિકેશન વાંચવું.

નોટિફિકેશન

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત સહિતની સંપૂર્ણ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચો.

આ રીતે અરજી કરો

  • સૂચનામાં આપેલ બાયોડેટા ફોર્મ (અનુશિષ્ટ-બી) ભરો.
  • તમારા શૈક્ષણિક પ્રમાણપત્રો, ACR/APAR અને તકેદારી મંજૂરીની પ્રમાણિત નકલો જોડો.
  • એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણપણે ભરો અને તેને તપાસો.
  • છેલ્લી તારીખ પહેલાં તમારી અરજી અને દસ્તાવેજો આના પર મોકલો:
  • સંયુક્ત નાયબ નિયામક/G-3, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગૃહ મંત્રાલય, 35 એસપી માર્ગ, બાપુ ધામ, નવી દિલ્હી-110021.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ