IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરોમાં અમદાવાદ સહિત વિવિદ જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

IB Recruitment 2023, IB bharti 2023, notification, online apply : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા સહાયકો / મોટર સહાયકો અને MTS (IB ભરતી 2023) માટે ભરતી બહાર પાડી છે. ગૃહ મત્રાલયે ગુજરાતના અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરો માટે કુલ 677 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા અરજી મંગાવી છે.

IB Recruitment 2023, IB bharti 2023, notification, online apply : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા સહાયકો / મોટર સહાયકો અને MTS (IB ભરતી 2023) માટે ભરતી બહાર પાડી છે. ગૃહ મત્રાલયે ગુજરાતના અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરો માટે કુલ 677 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા અરજી મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ib recruitment 2024 | IB bharti | Google jobs | government jobs

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી - photo - social media

IB Recruitment 2023, IB bharti 2023, notification, online apply : ભારતીય ગુપ્તચર એજન્સીમાં કામ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા સહાયકો / મોટર સહાયકો અને MTS (IB ભરતી 2023) માટે ભરતી બહાર પાડી છે. ગૃહ મત્રાલયે ગુજરાતના અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરો માટે કુલ 677 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા અરજી મંગાવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 13 નવેમ્બર 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

ઇન્ટેલિજન્સ બ્યુરોમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો ભરતી અંગે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી સહિતની વધારે વિગતો જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, મહત્વની માહિતી

સંસ્થાઇન્ટેલિજન્સ બ્યુરો (IB)
પોસ્ટસુરક્ષા સહાયક/મોટર સહાયક અને MTS
ખાલી જગ્યાઓ677
નોકરી સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ13-11-2023
ક્યાં અરજી કરવીhttps://www.mha.gov.in/en/notifications/vacancies

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટખાલી જગ્યાલાયકાત
સુરક્ષા સહાયક (SA)- મોટર ટ્રાન્સપોર્ટ (MT)36210મું પાસ + LMV ડ્રાઇવિંગ લાઇસન્સ + 1 વર્ષ
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)31510મું પાસ

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, શૈક્ષણિક લાયકાત

IB ભરતી 2023 માટે અરજી કરવા માટે જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નીચે આપેલ છે.

  • (i) મેટ્રિક (10મું વર્ગ પાસ) અથવા માન્ય શિક્ષણ બોર્ડમાંથી સમકક્ષ,
  • (ii) જે રાજ્યની સામે ઉમેદવારે અરજી કરી છે તે રાજ્યના નિવાસી પ્રમાણપત્રનો કબજો.
  • (iii) દરેક SIB સામે ઉપર આપેલ ખાલી જગ્યા કોષ્ટકમાં ઉલ્લેખિત સ્થાનિક ભાષાઓ/બોલીઓમાંથી કોઈપણ એકનું જ્ઞાન.

માત્ર SA/MT માટે

  • (i) મોટર કાર માટે ડ્રાઇવિંગ લાઇસન્સ,
  • (ii) મોટર મિકેનિક્સનું જ્ઞાન,
  • (iii) ઓછામાં ઓછા 1 વર્ષ સુધી મોટર કાર ચલાવવાનો અનુભવ.

આ પણ વાંચોઃ- Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, ધો.10-12 માટે નોકરીની સુવર્ણ તક

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, ઉંમર મર્યાદા

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા IB સુરક્ષા સહાયક/MT અને MTSની પોસ્ટ માટે વય મર્યાદા તપાસવી આવશ્યક છે

  • સુરક્ષા સહાયક/MT 27 વર્ષથી વધુ નહીં
  • MTS 18 વર્ષ 25 વર્ષ

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, અરજી ફી

  • જનરલ/ OBC/ EWS રૂ. 500/-
  • SC/ST/PWD/સ્ત્રી રૂ. 50/-

આ પણ વાંચોઃ- GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, લાયકાત, વય મર્યાદા, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, નોટિફિકેશન

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી,કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો આઈબીની વેબસાઈટ https://www.mha.gov.in/en/notifications/vacancies પર જઇને તબક્કાવાર અરજી કરી શકે છે.

Advertisment
કરિયર ટીપ્સ અમદાવાદ ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી