ઈન્ડિયન ઓઈલ ભરતી : પરીક્ષા વગર સારા પગારની નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

IOCL Recruitment 2025 :ઈન્ડિયન ઓઈલ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

IOCL Recruitment 2025 :ઈન્ડિયન ઓઈલ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Indian oil corporation recruitment 2024, IOCL recruitment 2024

ઇન્ડિય ઓઇલ કોર્પોરેશન ભરતી photo x @iocl_pbd

IOCL Recruitment 2025, ઈન્ડિયન ઓઈલ ભરતી: પરીક્ષા વગર અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઈન્ડિયન ઓઈલ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

ઈન્ડિયન ઓઈલ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યા200
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીiocl.com

ઈન્ડિયન ઓઈલ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
UR111
EWS13
SC21
ST5
OBC50
PwBD4

ઈન્ડિયન ઓઈલ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ટ્રેડ એપ્રેન્ટિસ- સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર સાથે ધોરણ 10 પાસ હોવું જોઈએ.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ- ઉમેદવારોએ સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
  • સ્નાતક એપ્રેન્ટિસ- અરજી કરનાર ઉમેદવારો કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

ઈન્ડિયન ઓઈલમાં નોકરી મેળવવા માટે વય મર્યાદા

  • ટ્રેડ એપ્રેન્ટિસ: ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ: 18 વર્ષથી 24 વર્ષ
  • સ્નાતક એપ્રેન્ટિસ: 18 વર્ષથી 24 વર્ષ

પસંદગી પ્રક્રિયા

  • કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ નહીંઃ આ ભરતી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.
  • ગુણના આધારે પસંદગી: ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા ગુણની ટકાવારીના આધારે કરવામાં આવશે.
  • સમાન ગુણના કિસ્સામાં પ્રાધાન્ય: જો બે ઉમેદવારો પાસે સમાન ગુણ હોય, તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • દસ્તાવેજોની ચકાસણી અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ દસ્તાવેજોની ચકાસણી અને મેડિકલ ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

નોટિફિકેશન

અન્ય મહત્વપૂર્ણ માહિતી

NAPSNATS પોર્ટલ પર નોંધણી જરૂરી: પસંદગી ફક્ત તે ઉમેદવારો માટે જ હશે જેમણે NAPSNATS પોર્ટલ પર નોંધણી કરાવી છે.
તબીબી ધોરણો: ઉમેદવારો માટે ઇન્ડિયન ઓઇલ દ્વારા નિર્ધારિત તબીબી ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે.

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી