IOCL Bharti 2026: ITI થી લઈને કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં સરકારની આ કંપનીમાં કામ કરવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

IOCL Gujarat Apprentice recruitment 2026 : ગુજરાત ભરતી 2026 અંતર્ગત એપ્રેન્ટીસની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે.

IOCL Gujarat Apprentice recruitment 2026 : ગુજરાત ભરતી 2026 અંતર્ગત એપ્રેન્ટીસની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે.

author-image
Ankit Patel
New Update
iocl recruitment 2025

ઈન્ડિયન ઓઈલ ભરતી - photo- X

IOCL Gujarat Apprentice recruitment 2026 : ગુજરાતમાં રહેતા અને આઈટીઆઈ પાસથી લઈને કોલેજ પાસ ઉમેદવારો સારી નોકરીની શોધમાં હોવ તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગુજરાતની રિફાઈનરીમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે IOCL દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. 

Advertisment

ગુજરાત ભરતી 2026 અંતર્ગત એપ્રેન્ટીસની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે. 

IOCL Bharti 2026ની મહત્વની માહિતી

સંસ્થાઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.(IOCL)
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યા566
નોકરીનું સ્થળવડોદરા
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 24 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2026
કંપની વેબસાઈટwww.iocl.com

IOCL એપ્રેન્ટીસ ભરતી 2026, પોસ્ટની વિગતો

રાષ્ટ્ર માટે કૌશલ્ય નિર્માણ પહેલના પગલાં તરીકે વડોદરા, ગુજરાત ખાતે સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનીા રિફાઈનરીમાં વિવિધ ટ્રેડ-ડિસિપ્લિન માટે એપ્રેન્ટિસ એક્ટ 1961-1973 હેઠળ એપ્રેન્ટિસની કૂલ 566 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. વિવધ પોસ્ટની વિગતવાર માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

Advertisment

વય મર્યાદા 

આ પોસ્ટ માટે ઉમદેવારો 31 જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષથી 24 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા હોવા જોઈએ. અનામત વર્ગના ઉમદેવારોને સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

શૈક્ષણિક લાયકાત

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભરતી અંતર્ગત વિવિધ એપ્રેન્ટિસ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ધોરણ 12 પાસ, આઈટીઆઈથી લઈને કોલેજ પાસ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી અંતર્ગત પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઉમદેવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

આ પણ વાંચોઃ- Weekly Government Bharti 2026 : GSSSB, ઇન્ડિયા પોસ્ટ GDS સહિતની મહત્વની ભરતીઓ આ સપ્તાહમાં થશે બંધ, ફટાફટ કરો એપ્લાય

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • IOCL એપ્રેન્ટીસ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા NAPS/NATS પોસ્ટલ ઉપર જઈને પહેલા રજીસ્ટ્રેશન કરવું જરુરી છે.
  • ત્યારબાદ માઈક્રોસોફ્ટ ફોર્મસ પર વધારાની વિગતો ભરતી
નોકરી ભરતી કરિયર