/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/IOCL-recruitment-2023.jpg)
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી
IOCL Recruitment 2023, Government jobs, Notification : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી કરવાની ઈચ્છા રાખતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. આઇઓસીએલે તાજેતરમાં 1824 એપ્રેન્ટિસો માટે ભરતી બહાર પાડી છે. સર ધરાવતા અને લાયક ઉમેદવારો 5 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
IOCL ભરતી 2024માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
IOCL Recruitment 2023 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ |
| પોસ્ટ | એપ્રેન્ટિસ |
| કુલ | 1824 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 16-12-2023 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 5-1-2024 |
IOCL Recruitment 2023 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે B.E, B.Tech, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ, ITI નું પ્રમાણપત્ર / ડિગ્રી હોવી આવશ્યક છે અથવા માન્ય સંસ્થા / બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
IOCL Recruitment 2023 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી, ઉંમર મર્યાદા
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પડાયેલી ભરતી માટે ઉમેદવારો 30 નવેમ્બર 2023 ના રોજ વય મર્યાદા રખાઈ છે. લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષથી મહત્તમ વય મર્યાદા 24 વર્ષ છે.
IOCL Recruitment 2023 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી, પગાર ધોરણ
એપ્રેન્ટિસને દર મહિને ચૂકવવાપાત્ર સ્ટાઈપેન્ડનો દર એપ્રેન્ટિસ એક્ટ, 1961/1973, એપ્રેન્ટિસ નિયમો 1992/2019 હેઠળ સમયાંતરે સુધારેલા મુજબનો રહેશે.
IOCL Recruitment 2023 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી, નોટિફિકેશન
ઉમેદવારો અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આવેલી અધિકૃત જાહેરાત વાંચો.
IOCL Recruitment 2023 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી, કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us