/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/IOCL-Recruitment.jpg)
IOCL Recruitment 2025 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓએલ) એ યુવાનો માટે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે
IOCL Recruitment 2025, IOCL ભરતી 2025: સરકારી નોકરીનું સપનુ જોતા ઉમેદવારો માટે પરીક્ષા વગર નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ગુજરાત સહિત દેશભરના 15થી વધારે રાજ્યોમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
IOCL ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
IOCL ભરતી 2025ની મહત્વની વિગતો
| સંસ્થા | ઈન્ડિયા ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) |
| પોસ્ટ | એપ્રેન્ટીસ |
| જગ્યા | 457 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| ગુજરાતમાં જગ્યા | 84 |
| વય મર્યાદા | 18-24 વર્ષ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 3-3-2025 |
| ક્યાં અરજી કરવી | https://www.apprenticeshipindia.gov.in |
પોસ્ટની વિગતો
ઈન્ડિય ઓઈલ ભરતી અંતર્ગત એપ્રેન્ટિસની મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એકાઉન્ટ્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર, મદદનીશ માનવ સંસાધન અને અન્ય ટ્રેડ્સની કુલ 457 જગ્યાઓ ભરવાની છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની આ ખાલી જગ્યા ઇસ્ટર્ન રિજન પાઇપલાઇન્સ, નોર્ધન રિજન પાઇપલાઇન્સ, સધર્ન રિજન પાઇપલાઇન્સ અને સાઉથ ઇસ્ટર્ન રિજન પાઇપલાઇન્સ ડિવિઝન હેઠળના 15 કરતાં વધુ રાજ્યોમાં કુલ 457 જગ્યાઓ માટે બહાર આવી છે. કયા રાજ્યમાં કેટલી એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે?
કયા રાજ્યમાં કેટલી જગ્યા?
| રાજ્ય | જગ્યા |
| પશ્ચિમ બંગાળ | 50 |
| બિહાર | 34 |
| આસામ | 15 |
| ઉત્તર પ્રદેશ | 20 |
| ઝારખંડ | 3 |
| ગુજરાત | 84 |
| રાજસ્થાન | 43 |
| હરિયાણા | 44 |
| પંજાબ | 12 |
| દિલ્હી | 25 |
| ઉત્તરાખંડ | 6 |
| હિમાચલ પ્રદેશ | 3 |
| તમિલનાડુ | 32 |
| કર્ણાટક | 3 |
| ઓડિશા | 36 |
| છત્તીસગઢ | 6 |
| મહારાષ્ટ્ર | 9 |
ગુજરાતમાં કયા ટ્રેડમાં કેટલી જગ્યા
| ટ્રેડ | જગ્યા |
| મિકેનિકલ | 22 |
| ઇલેક્ટ્રીકલ | 22 |
| ટેલિકોમ્યુનિકેશન | 21 |
| આસિ. HR | 7 |
| એકાઉન્ટ | 7 |
| ડેટા એન્ટ્રી ઓપરેટર | 2 |
| ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર | 3 |
| કુલ | 84 |
લાયકાત
- ઉમેદવારો પાસે માન્ય બોર્ડ, સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં 12મું પાસ/સ્નાતક ડિગ્રી/આઈટીઆઈ ડિપ્લોમા હોવો જોઈએ.
- ઉમેદવારો ભરતીની અધિકૃત સૂચનામાંથી યોગ્યતાની માહિતી વિગતવાર તપાસી શકે છે.
વય મર્યાદા
ઇન્ડિયન ઓઈલ એપ્રેન્ટિસ માટે ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 28મી ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવશે.
પગાર
એપ્રેન્ટિસશીપ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને નિયમ મુજબ દર મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.ઉમેદવારનો એપ્રેન્ટિસશીપનો સમયગાળો 12 મહિનાનો એટલે એક વર્ષનો રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઇન્ડિયન ઓઇલ માટે એપ્રેન્ટિસ માટે ઉમેદવારોની પસંદગી પરીક્ષા વિના ડાયરેક્ટ મેરિટના આધારે કરવામાં આવશે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
ઈન્ડિય ઓઇલ ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us