IOCL Recruitment 2023: ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી કુલ 65 નોન એક્ઝિક્યુટિવ પદો માટે છે. આ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો આઇઓસીએલની સત્તાવાર વેબસાઇટ https://iocl.com ના માધ્યમથી અરજી કરી શકે છે.આઇઓસીએલ દ્વારા અરજી કરવા માટે 30 મે 2023 નક્કી કરવામાં આવી છે.
આઇઓસીએલના સત્તાવાર જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે આઇઓસીએલે કુલ 65 પદો માટે ભરતી બહાર પાડી છે. આ પદો માટે 18થી 26 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ વય ધરાવાત ઉમેદવારો આવેદન કરી શકે છે. અરજી કરનાર ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા કંપનીનું સત્તાવાર જાહેર કરેલું નોટિફિકેશન ધ્યાનથી વાંચી લે.
ત્યારબાદ યોગ્યતા પ્રમાણે અરજી કરવી. પસંદગી પામેલા ઉમેદવારોને 25 હજારથી 1.5 લાખ રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે આ ભરતી રિફાઇનરી, પેટ્રોકેમિકલ યુનિટ હલ્દિયા (પશ્વિમ બંગાલ) અને વડોદરા (ગુજરાત) માટે બહાર પાડી છે.
પોસ્ટ વિગતો:
જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ- IV (ઉત્પાદન)
- ગુજરાત : 47
- હલ્દિયા: 07
- જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (P&U) ગુજરાત : 07
- જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (P&U-O&M) હલ્દિયા : 04
શૈક્ષણિક લાયકાત
જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ- IV (ઉત્પાદન):
માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જી./પેટ્રોકેમિકલ એન્જી./કેમિકલ ટેકનોલોજી/રિફાઈનરી અને પેટ્રોકેમિકલ એન્જી.માં 3 વર્ષનો ડિપ્લોમા અથવા 3 વર્ષ બીએસસી (ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અથવા ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર) સામાન્ય, EWS અને OBC ઉમેદવારો માટે ઓછામાં ઓછા 50% અને અનામત હોદ્દા સામે SC/ST ઉમેદવારોના કિસ્સામાં 45% સાથે પાસ કરેલું હોવું જોઇએ.
જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (P&U):
મિકેનિકલ ઇએનજીજીમાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા ઇલેક્ટ્રિકલ એન્જી./ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જી. અથવા ન્યૂનતમ 2 વર્ષની અવધિના ITI (ફિટર) સાથે મેટ્રિક અથવા માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી B.Sc (ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અથવા ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર) સાથે બોઈલર યોગ્યતા પ્રમાણપત્ર (BCC) સાથે બીજા વર્ગ અથવા બોઈલર એટેન્ડન્ટમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમાણપત્ર એપ્રેન્ટિસ એક્ટ, 1961 ગુજરાત રાજ્યની સક્ષમ બોઈલર ઓથોરિટી દ્વારા બીજા વર્ગના બોઈલર એટેન્ડન્ટ સર્ટિફિકેટ ઑફ કૉમ્પિટન્સીની સમકક્ષતાના યોગ્ય સમર્થન સાથે પાસ કરેલું હોવું જોઇએ.
જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (P&U-O&M):
સામાન્ય / EWS અને OBC ઉમેદવારો માટે ઓછામાં ઓછા 50% ગુણ અને અનામત જગ્યાઓ સામે SC/ST ઉમેદવારોના કિસ્સામાં 45% સાથે માન્ય સંસ્થા / યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઇએ.
પગાર ધોરણ:
પગાર ધોરણ – રૂ. 25,000-1,05,000
મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
સત્તાવાર નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ IOCL ની સત્તાવાર વેબસાઇટ https://iocl.com/ ની મુલાકાત લો.
- અહી અરજી ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
- રિફાઇનરી/પોસ્ટ માટે અરજી કરો.
- અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.