IPPB Recruitment 2024, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી: અત્યારે વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા બમ્પર નોકરીઓ બહાર પાડવામાં આવી છે ત્યારે ઉમેદવારો માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વધુ નોકરીઓની તક લઈને આવી ગઈ છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા વિવિધ પોસ્ટો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ વિવિધ પોસ્ટની નવ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 9 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક પોસ્ટ વિવિધ એપ્લિકેશન મોડ ઓનલાઇન છેલ્લી તારીખ 09/08/2024 અધિકૃત વેબસાઇટ https://www.ippbonline.com
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી, પોસ્ટની વિગત
પોસ્ટ જગ્યા સિનિયર મેનેજર 6 આસિસ્ટન્ટ જનરલ મેનેજર 2 ડેપ્યુટી જનરલ મેનેજર 1 કૂલ 9
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરેલી વિવિધ પોસ્ટની ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત અને અનુભવની માંગણી કરવામાં આવી છે. ઉમેદવારોએ જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી માટે વય મર્યાદા
પોસ્ટ વયમર્યાદા સિનિયર મેનેજર 26થી 35 વર્ષ આસિસ્ટન્ટ જનરલ મેનેજર 32થી 45 વર્ષ ડેપ્યુટી જનરલ મેનેજર 35થી 55 વર્ષ
ઇન્ડિયા પોસ્ટ પેેમેન્ટ બેંક ભરતી માટે પગાર ધોરણ

અરજી કરવાની છેલ્લી તારીખ
ઉમેદવારોએ https://ibpsonline.ibps.in/ippbljul24 વેબસાઈટ પર તા.09/08/2024 (23.59 કલાક સુધી) દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.
નોટિફિકેશન
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ અહીં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવારોએ સ્ટેટ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.ippbonline.com ઓપન કરો
- https://ibpsonline.ibps.in/ippbljul24 વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
આ પણ વાંચો
- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી : વડોદરામાં એક લાખ રૂપિયા સુધીની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : આ પોસ્ટની સંખ્યા અને અરજી તારીખમાં કરાયો સુધારો, ફટાફટ વાંચો શું કર્યા ફેરફાર?
ઉમેદવારોએ સૂચના આપવામાં આવે છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી માટે અરજી કરતા પહેલા લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.





