ITI પાસ વિદ્યાર્થીઓને IRCTC માં નોકરી મેળવવાની સુવર્ણતક, ફટાફટ કરો અરજી

IRCTC Recruitment 2022: ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડે (IRCTC) એપ્રેન્ટિસ ટ્રેની (ITI પાસ માટે) ભરતી બહાર પાડી છે. નોટફિકેશન અનુસાર આઈઆરસીટીસીમાં કુલ 80 વેકેન્સી છે.

Written by Ankit Patel
October 11, 2022 08:36 IST
ITI પાસ વિદ્યાર્થીઓને IRCTC માં નોકરી મેળવવાની સુવર્ણતક, ફટાફટ કરો અરજી
IRCTC માં નોકરીની તક

IRCTC Recruitment 2022: ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડે (IRCTC) એપ્રેન્ટિસ ટ્રેની (ITI પાસ માટે) ભરતી બહાર પાડી છે. નોટફિકેશન અનુસાર આઈઆરસીટીસીમાં કુલ 80 વેકેન્સી છે. કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ટ્રેડમાં એપરન્ટિસશિપ ટ્રેનિંગ એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત હશે. આ ભરતી માટે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2022 છે. એપ્રેન્ટિસ ભરતી 2022 અંગે વધારે માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.irctc.com/ ઉપર જઈને મેળવી શકો છો.

આવશ્યક શૈક્ષણિક યોગ્યત

ઉમેદવારે ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કર્યું હોવું જોઈએ.

સંસ્થાનું નામIRCTC
પદનું નામએપ્રેન્ટિસ ટ્રેની
લાયકાતITI પાસ
વયમર્યાદા15થી 25 વચ્ચે
કુલ જગ્યા80
છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2022
નોટિફિકેશનનોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટસત્તાવાર વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ સુધી હોવી જોઈએ. એસસી, એસટી ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ મળશે. આ ઉપરાંત એક્સ સર્વિસમેન અને દિવ્યાંગોને 10-10 વર્ષની છૂટ મળશે.

કેટલું સ્ટાઈપન્ડ મળશે

કોને કેટલું સ્ટાઈપન્ડ મળશે એ જાણવા માટે નીચેનો ચાટ જોઈ લેવો.

PDF ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

  • IRCTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો – https://www.irctc.com/
  • હોમ પેજ પર નવા ઓપનિંગ્સ વિભાગ પર જાઓ.
  • લિંક પર ક્લિક કરો- “આઈઆરસીટીસી નોર્થ ઝોન, નવી દિલ્હીમાં એપ્રેન્ટિસની સગાઈ”. હોમ પેજ પર ઉપલબ્ધ છે.
  • તમને નવી વિન્ડો પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમને IRCTC એપ્રેન્ટિસ ટ્રેની જોબ્સ 2022 ની PDF મળશે.
  • તમારા ભાવિ સંદર્ભ માટે IRCTC એપ્રેન્ટિસ ટ્રેઇની જોબ્સ 2022 ડાઉનલોડ કરો અને સાચવો.

IRCTC એપ્રેન્ટિસ ટ્રેની નોકરીઓ 2022 કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 ઓક્ટોબર 2022 ના રોજ અથવા તે પહેલાં સૂચનામાં જણાવ્યા મુજબ સત્તાવાર વેબસાઇટ દ્વારા આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ