IRCTC Recruitment 2025: સરકારી નોકરી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે IRCTCએ નોકરીના દ્વાર ખોલી દીધા છે. ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મોટી તક છે. IRCTC દ્વારા મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર સહિત અન્ય જગ્યાઓ ભરવામાં આવશે.
IRCTC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.
IRCTC ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) પોસ્ટ ગ્રુપ જનરલ મેનેજર જગ્યા 1 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા વધુમાં વધુ 55 વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખ 25-4-2025 ક્યાં અરજી કરવી https://irctc.com/
શૈક્ષણિક લાયકાત
IRCTC ની આ ભરતી માટે અરજી કરી રહેલા ઉમેદવારો પાસે ગ્રેજ્યુએટ, B.Sc, B.Tech અથવા B.E હોવું આવશ્યક છે. કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી (એન્જિનિયરિંગ) ડિગ્રી.
IRCTC માં નોકરી મેળવવા માટે વય મર્યાદા
કોઈપણ ઉમેદવાર જે IRCTC ભરતી 2025 હેઠળ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યો છે, તેની મહત્તમ ઉંમર 55 વર્ષ હોવી જોઈએ. તેમજ આરક્ષિત કેટેગરીઓને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
IRCTCની આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી મેરિટ અને ઇન્ટરવ્યુ અથવા દસ્તાવેજ ચકાસણીના આધારે શોર્ટલિસ્ટિંગના આધારે કરવામાં આવશે.
નોટિફિકેશન
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કેવી રીતે અરજી કરવી
- આ પોસ્ટ ઉપર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ https://irctc.com/ ઉપર જવું
- અહીં કરિયર સેક્શનમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
- ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું