સરકારી નોકરી વાંચ્છુકો માટે ઇસરો (ISRO Recruitment) માં નોકરી મેળવવાની ઉજ્જવળ તક આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) જેને ટૂંકમાં ઇસરો તરીક ઓળખવામાં આવે છે તેની બેંગ્લોર ખાતેના મુખ્ય કેન્દ્ર અને નવી દિલ્હી ખાતેના વિવિધ કેન્દ્રો/યુનિટોમાં આસિસ્ટન્ટ (રાજભાષા) ના પદો કર્મચારીઓની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ઇસરો દ્વારા ગુરુવાર, 8 ડિસેમ્બર, 2022 ના રોજ બહાર પાડવામાં આવેલી જાહેરાત અનુસાર, કુલ 7 રાજભાષા આસિસ્ટન્ટના પદો પર નવી ભરતી કરવામાં આવશે, જેમાં મુખ્ય કેન્દ્ર પર 4 પદો અને નવી દિલ્હીમાં સ્થિત સેન્ટર પર 3 પદો માટે ભરતી કરવામાં આવશે. આ તમામ પદો માટે પગાર ધોરણ-4ના નિયમો લાગુ થશે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર, 2022 છે.
રાજભાષા આસિસ્ટન્ટના પદ માટેની અરજી પ્રક્રિયા
ઇસરોમાં રાજભાષા આસિસ્ટન્ટના પદો માટે અરજી કરવા ઇચ્છુક અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ, isro.gov.in, રિસ્ક્રુમેન્ટ સેક્શનમાં એક્ટિવ લિંક પરથી અથવા સીધી લિંક પરથી ઑનલાઇન એપ્લિકેશન પેજ પરથી અરજી કરી શકે છે. આ પદો માટેની અરજી કરવાની પ્રક્રિયા જાહેરાત બહાર પડવાની સાથે જ શરૂ થઇ ગઇ છે. ઉમેદવારો 28મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
એપ્લિકેશન ફી
ઇસરોના રાજભાષા આસિસ્ટન્ટના પદો માટે ઉમેદવારોએ અરજી કરતી વખતે નિર્ધારિત ફી ચૂકવવી પડશે. ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારોએ 100 રૂપિયાની ફી ઓનલાઈન મોડથી ચૂકવવાની રહેશે. જો કે, એસસી, એસટી, ભૂતપૂર્વ સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો તેમજ તમામ મહિલા ઉમેદવારોને એપ્લિકેશન ફીમાં માફી આપવામાં આવી છે.
રાજભાષા આસિસ્ટન્ટ પદ માટેની શૈક્ષણિક લાયકાત
- કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછા ઓછા 60 ટકા સાથે સ્નાતક પાસ
- કોમ્પ્યુટર પર હિન્દીમાં પ્રતિ મિનિટ 25 શબ્દની ટાઈપરાઈટિંગ સ્પીડ
- અંગ્રેજી ટાઈપરાઈટીંગનું નોલેજ
- 28 ડિસેમ્બર 2022ના રોજ ઉમેદવારોની ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ
- અનામત વર્ગના ઉમેદવારોને પણ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આવશે
આસિસ્ટન્ટ રાજભાષા પદ માટેનું નોટિફિકેશન